ખાંભડા પાસેથી ઈગ્લીંશ દારૂ ભરેલી કાર ઝડપાઈ

3322

બોટાદ જિલ્લાના બરવાળા પોલીસની ટીમએ ખાંભડા ગામ પાસેથી વિદેશી શરાબની હેરાફેરી કરતા બુટલેગરને કાર-વિદેશી દારૂ સાથે ઝડપી લીધો હતો.

બોટાદ જિલ્લાના બરવાળા પોલીસ મથકનો સ્ટાફ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય એ દરમ્યાન મળેલી ચોક્કસ બાતમી આધારે ખાંભડા ગામ પાસે વોચમાં હોય એ દરમ્યાન મારૂતી ઈકો નં.જીજે ૩૩ બી ૩૮૧૨ શંકાસ્પદ હાલતે પસાર થતા જેને અટકાવી તલાશી લેતા કારમાંથી પર પ્રાંતીય બનાવટનો ઈગ્લીંશ દારૂની બોટલ તથા બીયર ટીન વિના પાસ પરમીટ મળી આવતા આ દારૂ બીયરની હેરાફેરી કરતા બુટલેગર સહદેવસિંહ ગંભીરસિંહ રાઠોડ રે. વૈયા ગામ તા.બરવાળાવાળાની ઈગ્લીંશ દારૂ બિયર કાર મળી કુલ રૂા.૨,૭૬,૧૦૦નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહી એક્ટ તળે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Previous articleઉર્ષમાં પધારવા યુવરાજને આમંત્રણ
Next articleઆરોગ્ય કર્મચારીઓનો નવતર વિરોધ, ધરણા યોજી રક્તદાન કર્યુ