આરોગ્ય કર્મચારીઓનો નવતર વિરોધ, ધરણા યોજી રક્તદાન કર્યુ

1113

જિલ્લા આરોગ્ય કર્મચારી મહાસંઘમાં ફરજ બજાવતા કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્ને કર્મચારીઓએ માસ સીએલ પર ઉતરી રક્તદાન કેમ્પનું આયોજન કર્યુ હતું.

આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા વિવિધ કર્મચારીઓ દ્વારા વિવિધ પડતર પ્રશ્નો માંગ સંદર્ભે આજરોજ ભાવનગર જિલ્લા આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા આરોગ્ય વિભાગમાં ફરજરત કર્મચારીઓ સામુહિક રજા પર ઉતરી જિલ્લા પંચાયતના પટાંગણમાં ધરણા યોજતા હતા. અને રક્તદાન કર્યુ હતું. વણ ઉકેલ પ્રશ્ન સંદર્ભે કર્મચારી ગણ દ્વારા અગાઉ મુખ્યમંત્રી જિલ્લા કલેકટર તથા ડી.ડી.ઓને પણ રજુઆતો કરવમાં આવી હતી આ વિરોધ પ્રદર્શન ધરણા કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleખાંભડા પાસેથી ઈગ્લીંશ દારૂ ભરેલી કાર ઝડપાઈ
Next articleરૂવાપરી રોડ પર જુગાર રમતા ૪ શખ્સો ઝડપાયા