ઘોઘારોડ પોલીસ મથકની ટીમ વિવિધ વિસ્તારોમાં પેટ્રોલીંગમાં હોયએ દરમ્યાન પોલીસ જવાનોએ મળેલી ચોક્કસ બાતમી આધારે રૂવાપરી રોડ પર આવેલ સ્ટીલકાસ્ટ સામે આવેલ મફતનગર વિસ્તારમાં તીનપત્તીનો જુગાર રમતા ૪ શખ્સો જેમાં મેહુલ ઉર્ફે કાળુ જેન્તી ગોહિલ, રે.ક પરા વિશાલ શાંતિ વાજા, રે રૂવાપરી રોડ મફતનગર, સુનિલ ઉર્ફે બાદશા કિશોર સોલંકી રે. મફતનગર તથા સાગર ઉર્ફે બીડી કિશોર રાઠોડ રે ભરતનગર વાળાને જુગારના પટમાં પડેલ રોકડા રૂા.૧૧,૭૦૦ તથા જુગાર સાહિત્ય સાથે ઝડપી લઈ જુગાર ધારા તળે ગુનો નોંધઈ જેલ હવાલે કરી વધુ તપાસ હાથ ધરી હતી.