ટીવેન્ટી-ર૦ મેચ પર સટ્ટા રમતા પ ઈસમો ઝડપાયા

1806

ભાવનગર એલસીબીની ટીમએ શહેરના સુભાષનગરમાં ઈન્ડીયા ન્યુઝીલેન્ડ વચ્ચેર માયેલી ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા પ શખ્સોને મુદ્દામાલ  સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર એલસીબને મળેલી ચોકકસ બાતમીમ ળી હતી કે સુભાષનગર વિસ્તારમાં આવેલ મફતનગર કંસારાના કોઠા સામે વિપુલ ઉર્ફે ધોનીશંકર મકવાણા રે. કપરા, વાળો ભારત – ન્યુઝીલેન્ડ વચ્ચે રમાતી ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડે છે. જ હકિક્ત આધારે બાતમીવાળા સ્થળે રેડ કરતા સટ્ટો રમાડતા વિપુલ ઉર્ફે ધોની તથા ગોવિંદ ઉર્ફે આકાશ ગીધર મકવાણા રે. ફુલસર અમિત ભુપત ઠક્કર રે. આર્ય સમાજ, દિપક બચુ ગોહેલ, રે. ક.પરા. તથા અમિત બિપીન શાહ રે. મહિલા કોલેજ, વાળાને મોબાઈલ ટી.વી. લેપટોપ સહિત કુલ રૂા. ર,૩૦,૩૪૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ જુગારધારા તળે ગુનો  નોંધી જેલ હવાલે કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Previous articleટ્રાફિક સપ્તાહ નિમિત્તે રેલી
Next articleરોજગાર ભરતી મેળો