આલિયા ભટ્ટ અને રણબીર  કપુર વચ્ચે નજીકના સંબંધો

702

બોલિવુડમાં કોની સાથે કોણ ક્યારેય પ્રેમમાં પડી જાય તે અંગે કોઇ કહી શકે તેમ નથી. નવેસરનો મામલો આલિયા ભટ્ટ અને રણબીર કપુરનો છે. આ અંગેનો ખુલાસો જાણીતા ડિઝાઇનર મનીષ મલહોત્રા દ્વારા કરવામાં આવ્યો છે. આલિયા અને રણબીર કપુર હવે તેમના સંબંધોને વધુ મજબુતી આપવાના પ્રયાસમાં છે. જો કે તેમના લગ્નને લઇને કેટલીક અટકળો ચાલી રહી છે. બંને તરફથી પ્રેમને લઇને સંકેતો તો પહેલાથી જ આપ્યા છે. બંને પરિવારને એકબીજાની સાથે  બંનેને લઇને કોઇ વાંધો નથી. કપુર પરિવારની સાથે પણ આલિયા સમય ગાળી ચુકી છે.  આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલહોત્રા વચ્ચે પહેલા સંબંધ હતા. બીજી બાજુ રણબીર કપુરનુ નામ અનેક અભિનેત્રી સાથે જોડાયેલુ રહ્યુ છે. જો કે બંને હવે જુના ઇતિહાસને ભુલીને આગળ વધી રહ્યા છે. આ સંબંધને લઇને રણબીર અને આલિયા વધારે ગંભીર પણ દેખાઇ રહ્યા છે.  અત્રે નોંધનીય છે કે હાલના દિવસોમાં રણબીર અને આલિયા બ્રાહાસ્ત્ર ફિલ્મના શુટિંગમાં વ્યસ્ત છે. જેનુ નિર્દેશન અયાન મુખર્જી કરી રહ્યા છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ કામ કરી રહ્યા છે. ફિલ્મને ખુબ મોટા બજેટ સાથે તૈયાર કરવામાં આવી રહી છે. આલિયા અને રણબીર વચ્ચે સંબંધોને લઇને છેલ્લા કેટલાક દિવસથી ચર્ચા ચાલી રહી છે. ડિઝાઇનર મનીષના ધડાકાથી ખળભળાટ મચી ગયો છે. રણબીર સૌથી લોકપ્રિય સ્ટાર તરીકે છે. સંજુ ફિલ્મમાં કામ કર્યા બાદ રણબીર કપુર બોલિવુડમાં સૌથી સફળ સ્ટાર તરીકે ઉભર્યો છે. રણબીર કપુરની આ ફિલ્મની વિશ્વભરમાં બોલબાલા રહી હતી. હાલમાં તે કેટલીક મોટા બજેટની ફિલ્મ કરી રહ્યો છે. જેમાં આલિયા સાથેની ફિલ્મ ઉપરાંત તે અજય દેવગનની સાથે પણ એક ફિલ્મમાં કામ કરી રહ્યો છે.

Previous articleટેક્સ રિટર્ન દાખલ કરવા માટે આધાર-પાન લિન્ક ફરજિયાત
Next articleસોહમ રોક સ્ટાર એરો ફિલ્મ્સ પ્રોડક્શન્સ દ્વારા સૂફી સોન્ગ”માચિસ”રેકોર્ડ