પાસ કન્વીનર હાર્દિક પટેલે લોકસભા ચૂંટણી લડવાની કરેલી જાહેરાત બાદ ગઈ કાલે લોકો પાસે પોતે ચૂંટણી લડવી જોઈએ કે નહી તેનો અભિપ્રાય માંગ્યો હતો. હાર્દિકે પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર એક પોલ કરાવવાની જાહેરાત કરી હતી.આ માટે તેમણે લોકોને પોતાના એકાઉન્ટ પર પ્શ્ન પૂછ્યો હતો કે એક જ સવાલ અને તમારા સાચા જવાબની અપેક્ષા રાખુ છું કે મેં ચૂંટણી લડવાનુ વિચાર્યુ પણ નથી.પણ ગુજરાતના યુવાનો અને ખેડૂતોના અધિકાર માટે ચૂંટણી લડવી ગુનો છે? પહેલા બે કલાકમાં ૬૦૦૦ લોકોએ તેનો જવાબ આપ્યો હતો.જે પૈકીના ૭૨ ટકાએ કહ્યુ હતુ કે ચૂંટણી લડવી ગુનો નથી અને ૨૮ ટકાએ હામાં જવાબ આપ્યો હતો.તેનો અર્થ એ થયો કે લગભગ ૭૨ ટકા લોકોએ હાર્દિક ચૂંટણી લડે તે માટે તરફેણ કરી છે.
હાર્દિકે લખનૌમાં કરેલી જાહેરાત બાદ તે અપક્ષ તરીકે કોંગ્રેસના ટેકાથી અથવા કોંગ્રેસમાંથી અમરેલી અથવા મહેસાણાથી ચૂંટણી લડે તેવી અટકળો થઈ રહી છે.