૨૦૧૯ની શરૂઆતથી અત્યારસુધીમાં ગુજરાતમાં ૧૦૩૭ જેટલા સ્વાઇન ફૂલના પોઝિટીવ કેસ નોંધાયા છે. જે પૈકી ૫૯૯ લોકોની સારવાર કરવામાં આવી રહી છે. જ્યારે ૩૮૮ દર્દીઓની હોસ્પિટલમાં સરવાર ચાલી રહી છે. રાજ્યમાં સ્વાઇન ફ્લૂના દર્દીઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લાં ૨૪ કલાકમાં સ્વાઈન ફ્લૂમાં વધુ ૪ દર્દીઓના મોત થયા છે. જેમાં ભાવનગર, જામનગર, ભરૂચ અને કચ્છમાં ૧-૧ દર્દીઓના મોત થયા છે. તો એક દિવસમાં કુલ નવા ૮૨ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ ૨૭ કેસ નોંધાયા છે.
મહત્વનું છે કે, ૨૦૧૯ની શરૂઆતથી અત્યારસુધીમાં ગુજરાતમાં ૧૦૩૭ જેટલા સ્વાઇન ફૂલના પોઝિટીવ કેસ નોંધાયા છે. જે પૈકી ૫૯૯ લોકોની સારવાર કરવામાં આવી રહી છે. જ્યારે ૩૮૮ દર્દીઓની હોસ્પિટલમાં સરવાર ચાલી રહી છે. તો સ્વાઇન ફ્લૂના કારણે ૫૦ લોકોના મોત થયા છે. રાજ્યમાં મોટી સંખ્યામાં સ્વાઇન ફ્લૂના કેસોમાં વાધારો થતા આરોગ્ય વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. છેલ્લાં ૨૪ કલાકમાં સ્વાઈન ફ્લૂમાં વધુ ૩ દર્દીઓના મોત થયા છે. ભાવનગર, જામનગર, ભરૂચ અને કચ્છમાં ૧-૧ દર્દીઓના મોત થયા છે. તો એક દિવસમાં કુલ નવા ૮૨ સ્વાઇન ફ્લૂના કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ ૨૭ કેસ નોંધાયા છે. ત્યારે સાબરકાંઠામાં ૭, વડોદરા અને અમરેલીમાં ૫-૫ કેસ નોંધાયા છે. વધતા જતા સ્વાઈન ફ્લૂના કેસ આરોગ્ય વિભાગ માટે ચિંતાનો વિષય બન્યો છે, ત્યારે સામાન્ય શરદી ઉધરસ કે સ્વાઈન ફ્લૂના લક્ષણ જણાયતો સિવિલ હોસ્પિટલ કે એમડી કક્ષાના તબીબ પાસે સારવાર લેવા સૂચન કરવામાં આવ્યું છે.