આશાબહેન ભાજપમાં જોડાશે

1095

કોંગ્રેસ અને ઊંઝાનું ધારાસભ્યપદ છોડનારા ડો.આશાબહેન પટેલે ભાજપમાં જોડાવા અંગે સ્પષ્ટતા કરી છે. ઉંજામાં કાર્યકરો સાથે બેઠક બાદ આશા પટેલે કહ્યું કે મારા કાર્યકરો કહેશે તે પ્રમાણે હું કરીશ, સાથે જ તેઓએ કહ્યું કે ભાજપમાં જોડાવવાનો નિર્ણય ચોક્કસપણે લેવાય ગયો છે.

ઉંજામાં સંબોધન દરમિયાન આશા પટેલે કહ્યું કે હું સ્વમાનની ભૂખી વ્યક્તિ છું, મેં સ્વમાનની ખાતર બલીદાન આપ્યું છે. મારી અનેક રજૂઆતો બાદ પણ કોંગ્રેસે કોઇ પગલા લીધા ન હતા, કોંગ્રેસમાં મારું અપમાન થયું છે. આથી કાર્યકરોએ કહેવાથી મેં રાજીનામું આપ્યું છે.

કાર્યકરોને સંબોધન બાદ આશા પટેલે પત્રકારો સાથે વાતચિતમાં જણાવ્યું કે આવતીકાલે એટલે કે શુક્રવારે તેઓ ભાજપમાં જોડાશે તે વાત નક્કી થઇ ગઇ છે. જો કે મવડીમંડળને પછી નિર્ણય લેવાશે. સૂત્રો તેવું પણ કહી રહ્યાં છે કે આશાબેન પટેલ આવતીકાલે શુક્રવારે પાટણની કલ્સ્ટર બેઠકમાં પોતાના બે હજાર કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાઇ જશે.

આજની આ બેઠક અંગે અને ભાજપમાં જોડાવવા અંગે આશાબેને જણાવ્યું કે, ’પહેલા બેઠક થોડા દિવસ પછી થવાની હતી પરંતુ ચાલતી અટકળો અને વાતોને કારણે કાર્યકર્તાઓએ ઝડપથી મિટીંગ કરવાનું કહ્યું. આ બેઠક મારા કાર્યકર્તાઓએ ગોઠવી છે જેમાં હું જવાની છે. જે મને જીત મળી હતી તે મારી ન હતી મારા કાર્યકર્તાઓની છે. એ લોકો જે પ્રમાણે કહેશે તેમ હું નિર્ણય લઇશ. ’

ભાજપનો અસંતોષ વધુ વકરે તે પહેલા ભાજપનાં રણનીતિકારો ડો.આશાબહેનને ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિપદે બેસાડી, તેમના એક ટેકેદારને ઊંઝા માર્કેટયાર્ડ અને બીજા ટેકેદારને ઊંઝા બેઠક પર આવી રહેલી પેટાચૂંટણીમાં ભાજપની ટિકિટ આપવામાં આવે તેવું પણ ચર્ચાઇ રહ્યું છે.

Previous articleરાજ્યમાં કાળો કહેર : ૨૦૧૯માં સ્વાઈન ફલૂના કારણે મોતનો આંકડો ૫૦ને પાર
Next articleમોરબીમાં બોગસ ડોક્ટરનો રાફડો ફાટ્યો, પોલીસે ચારને દબોચ્યા