અમરિકાથી રૂપિયા પડાવતું બોગસ કોલ સેન્ટર ઝડપાયું, ૫૦થી વધુની ધરપકડ

850

શહેરમાંથી ગણતરીના કલાકોમાં જ વધુ એક બોગસ કોલ સેન્ટર સાયબર ક્રાઇમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્‌યું છે. યુએસના નાગરિકોને ટાર્ગેટ બનાવી તેમને બ્લેકમેલ કરીને ઠગાઇ આચરતું બોગસ કોલ સેન્ટર પકડી ૫૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

અમદાવાદના પોશ વિસ્તાર પ્રહલાદનગરના પેલેડીયમ કોમ્પલેક્ક્ષમાં કેટલાક શખ્સ બોગસ કોલસેન્ટર ચલાવતા હોવાની બાતમીના આધારે સાયબર ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડો પાડી ૫૦ લોકોની ધરપકડ કરી હતી. ગાડીમાંથી લોહીના ડાઘ મળ્યા હોવાનું કહી તેઓ પોલીસ કેસ અને બ્લેકમેલ કરી ધમકી આપતા હતા.

ત રાત્રે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા વિરાટનગર ચાર રસ્તા નજીક આવેલી અનીલ હોઝીયરી ઇન્ડ્રસ્ટ્રીયલ નામની ફેક્ટરીમાં ત્રીજા માળેથી હાલ સાઈબર ક્રાઈમે આ બોગસ કોલ સેન્ટર પકડ્‌યુ છે. જોકે ચોક્કસ બાતમી આધારે સાયબર ક્રાઇમ બ્રાચે ફેક્ટરીમાં રેડ કરી હતી. જ્યાં ફેક્ટરીની આંડમાં બોગસ કોલ સેન્ટર ચાલતુ હતુ. હાલ આ કોલ સેન્ટરમાંથી ૮ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

ખુદ ફેક્ટરીના માલિક વિક્રમ શુક્લા દ્રારા કોલ સેન્ટર ચલાવવામાં આવતુ અને અમેરિકન નાગરિકોને કોલ કરીને ઇન્ટરનલ રેવન્યુ સર્વિસીસના અધિકારી હોવાનુ કહીને નાગરિકને ટેક્ષ ચોરી કરેલાનુ ખોટુ કારણ આપી તેઓ પકડવાની કાર્યવાહી થશે અથવા ત્રણ મહિના જેલમાં રહેવુ પડશે તેવુ કરીને ડરાવીને પૈસા પડાવતા હતા. ઝડપાયેલ આરોપીની પુછપરછ માં છેલ્લા છ મહિનાથી બોગસ કોલ સેન્ટર ચાલતું હોવાની કબુલાત કરી છે.

જોકે ફેક્ટરીનો માલિક વિક્રમ શુકલા તથા નિકુંલસિંહ ચૌહાણએ ૬ યુવકોને ૨૦ હજારથી વધુના પગાર પર નોકરી પર રાખ્યા હતા. ત્યારે બોગસ કોલ સેન્ટરમાં તપાસ કરતા અમેરિકન વિદેશી નાગરિકોને કોમ્પ્યુટર સીસ્ટમમાં રહેલ કોંલીગ એપ્લીકેશન નામના સોફટવેર આધારે કોલ કરતા હતા અને ગુગલ પે મારફતે પૈસા મંગાવતા હતા.

આરોપીની પુછપરછમાં અત્યાર સુધી હજારો ડોલર મેળવી લઇને છેતરપિડી કરી હોવાનું ખુલ્યું છે.

Previous articleભ્રષ્ટાચાર મુક્ત ભારતની વાતો કરતાં ભાજપ પક્ષના કોર્પોરેટર ૫૦ હજારની લાંચ લેતાં ઝડપાયાં
Next articleભાવનગરના ખેડૂતોએ સીધો ગ્રાહકને વેચવાનો નવો ચીલો સફળતાપૂર્વક શરૂ કર્યો