૧૨ ફેબ્રુ.એ અટલ બિહારી વાજપેયીનું લાઇફ સાઇઝ પોટ્રેઇટ સંસદમાં મૂકાશે

602

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું લાઇફ સાઇઝ પોટ્રેઇટ દેશની સંસદનાં સેન્ટ્રલ હોલમાં આવતા અઠવાડિયે (ફેબ્રુઆરી ૧૨) મૂકવામાં આવશે. વાજપેયીનાં પોટ્રેઇટનું અનાવરણ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુની ઉપસ્થિતિમાં કરાશે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા અન્ય મંત્રીઓ હાજરી આપશે.

ભારતીય જનતા પાર્ટીનાં દિગ્ગજ નેતા અટલ બિહારી વાજપેયી ૧૯૯૬માં પ્રથમ વખત ૧૩ દિવસ માટે વડાપ્રધાન રહ્યા હતા. આ પછી ૧૯૯૮ થી ૧૯૯૯માં ૧૩ મહિનાં માટે વડાપ્રધાન રહ્યા હતા અને ત્યારબાદ ૧૯૯૯થી ૨૦૦૪ સુંધી ફૂલ ટર્મ ત્રીજી વખત વડાપ્રધાન રહ્યા હતા.તેમનો જન્મ ડિસેમ્બર ૨૫, ૧૯૨૪માં મધ્યપ્રદેશનાં ગ્વાલિયરમાં થયો હતો. તેમનું દેહાવસાન ઓગષ્ટ ૧૬, ૨૦૧૮નાં રોજ થયુ હતુ. તેઓ ખુબ લાંબા સમયથી બિમાર હતા.વાજપેયીનું લાઇફ સાઇઝ પોટ્રેઇટ સંસદમાં મૂકવા બાબતે લોકસભામાં અધ્યક્ષા સુમિત્રા મહાજનની અધ્યક્ષતા વાળી સમિતિ દ્વારા લેવામાં આવ્યો હતો. આ મિટિંગમાં મલિક્કાર્જુન ખડગે, સુદિપ્તો બંધોપાધ્યાય, જિતેન્દ્ર રેડ્ડી, અનંથ ગિતે વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

સંસદનાં સેન્ટ્રલ હોલમાં પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીનું લાઇફ સાઇઝ પોટ્રેઇટ મૂકવામાં આવેલુ છે.

Previous articleનસીબદાર છું કે આટલું બધું કર્યું હોવા છતા મારું નામ મી-ટૂમાં નથી ઉછળ્યુંઃ શત્રુઘ્ન સિન્હા
Next article‘એર ઈન્ડિયા વન’ વધુ સુરક્ષિત થશેઃ અમેરિકાએ બે મિસાઈલ ડીફેન્સ સિસ્ટમનું વેચાણ મંજૂર કર્યું