કોંગ્રેસ મુક્ત ભારત ગાંધીજીનું લક્ષ્ય, અમારૂં નહીં : PM

632

વડાપ્રધાન મોદીએ બજેટ સત્રમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ગુરૂવારે ધન્યવાદ પ્રસ્તાવ આપ્યો. તેઓએ કહ્યું- આ વખતે સંબોધનમાં રાષ્ટ્રપતિએ જે રીતે દેશને દિશા આપી, સરકારના વિઝનની પ્રશંસા છે. તેના માટે હું તેમનો આભારી છું. મોદીએ કહ્યું, લોકસભામાં ચર્ચા દરમિયાન ૧૯૪૭ની વાત પણ કરવામાં આવી હતી. જ્યારે અમે ઈતિહાસની વાત કરીએ તો બીસી અને એડીની ચર્ચા કરે છે. આજે ભાષણમાં ૪૭થી ૧૪ સુધીનો ઉલ્લેખ કરાતો હતો. બીસી અને ઈડીની તેમની પોતાની વ્યાખ્યા છે. બીસી એટલે કે બિફોર કોંગ્રેસ, એટલે કે આ પહેલા કંઈ જ ન હતુ. એડી એટલે કે ઓફ્‌ટર ડાયનેસ્ટી- જે પણ થયુ તેમના જ કાર્યકાળમાં થયું. ઘણાં પક્ષો તેમને સૌથી ઉપર માને છે. અને તે જ કારણે તમામ સંસ્થાઓનું અપમાન કરે છે. તેમણે કહ્યું કે ઘણાં લોકો સીબીઆઈ, કોર્ટ, સેના પ્રમુખ પણ બધાંનુ અપમાન કરી રહ્યા છે. મોદીએ કહ્યું કે હું તો ગાંધીજીનું સપનું પુરુ કરી રહ્યો છું. કોંગ્રેસ મુક્ત ભારત અમારું સપનું નહીં પણ ગાંધીજીનું પણ સપનું હતું.કોંગ્રેસ માટે બીસી એટલે બિફોર કોંગ્રેસ, એડી એટલે આફ્‌ટર ડાયનેસ્ટીઃ તેઓએ કહ્યું કે, “આજે કોંગ્રેસના નેતા કહી રહ્યાં છે કે મોદીજી જે બહાર પબ્લિકમાં બોલે છે, રાષ્ટ્રપતિજીએ તે જ વાત ગૃહમાં કહી. એટલે કે તે સિદ્ધ થી ગયું કે સત્ય અંદર-બહાર એક જેવું જ હોય છે. હવે તમારી મુસીબત છે કે સત્ય સાંભળવાની આદત પણ છૂટી ગઈ છે. તમે કહ્યું મોદી સંસ્થાઓને ખતમ કરે છે, બરબાદ કરી રહ્યાં છે. અમારે ત્યારે કહેવત છે, ઉલ્ટા ચોર, ચોકીદારને બોલે.”

વડાપ્રધાને વધુમાં કહ્યું, “સાડા ચાર વર્ષ પહેલાં શું થતું હતું અને આજે શું છે? આ કાળમાં આપણે કઈ રીતે આગળ વધ્યાં છીએ? આ ગૃહમાં જ્યારે આ લોકો અહીં બેઠા હતા ત્યારે તેઓને અર્થવ્યવસ્થામાં ૧૧ નંબર પર પહોંચવા માટે ગર્વ થયો હતો. પરંતુ આજે અમે ૬ પર છીએ અને તે લોકો આ વાતને ગર્વ નથી માની રહ્યાં.”

હવે તો મહામિલાવટ આવશે : મોદી

મોદીએ ગૃહમાં કહ્યું, “૨૦૧૪માં ૩૦ વર્ષ પછી દેશની જનતાએ પૂર્ણ બહુમતીવાળી સરકાર બનાવી. દેશ અનુભવ કરે છે કે જ્યારે મિલાવટવાળી સરકાર હોય તો શું સ્થિતિ થાય છે. હવે તો મહા મિલાવટ આવવાનું છે. મહા-મિલાવટ તમે કોલકાતામાં એકઠાં કરો, પરંતુ કેરળમાં તમે એક-બીજાનું મોઢું નથી જોતા. ઉત્તરપ્રદેશમાં તો તમને બહાર કરવામાં આવ્યાં છે. અમારી સારી અને અકલ્પનીય સરકારને કારણે મહા મિલાવટ બની છે. જે હેલ્થ કોન્શિયસ સોસાયટી મહા મિલાવટથી દૂર રહે છે, હેલ્થી ડેમોક્રેસીવાળા પણ મહા મિલાવટથી દૂર રહેશે.”

સેના પાસે જરૂરી સામાન ન હતો : મોદી

લોકસભામાં મોદીએ કહ્યું કે હવે લૂંટ કરનારાઓ વિરૂદ્ધ કાયદો આવી ગયો છે. અને લૂંટાયેલુ ધન પાછું લાવવાનું કામ પણ ચાલી રહ્યુ છે. મોદીએ કહ્યું કે સેના માટે કોંગ્રેસ સરકાર પાસે બુલેટપ્રુફ જેકેટ પણ ન હતુ અને તેઓ સર્જિકલ સ્ટ્રાઈકનો દાવો કરી રહ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે સેનાનાં જવાનો પાસે ઘણી સુવિધાઓનો અભાવ હતો. તેમની પાસે જૂત્તા પણ ન હતા અને તમે સર્જિકલ સ્ટ્રાઈકની વાત કરી રહ્યા છો.

અમે રોજગારનો એજન્ડા બનાવ્યો : પીએમ

પીએમ મોદીએ કહ્યું કે ગરીબોનું ભલુ થવું જોઈએ, ચૂંટણી તો આવશેને જશે. તેમણે કહ્યું કે અમે ગરીબોની મફતમાં સારવાર કરી છે અને દવાઓનાં ભાવ પણ સસ્તા કર્યા છે. રોજ ૧૫ હજાર ગરીબો આયુષ્માન યોજનાનો લાભ લઈ રહ્યા છે. અમે મધ્યમ વર્ગનાં ગરીબોને અનામત આપવાનું કામ કર્યુ છે.

 

 

Previous articleઆ કાશ્મીર નહીં દિલ્હી છે !
Next articleભાવેણાનું ગૌરવ વધારતી જાનવી મહેતા કલરવ એનજીઓની બ્રાન્ડ એમ્બેસેડર બની