ભાવેણાનું ગૌરવ વધારતી જાનવી મહેતા કલરવ એનજીઓની બ્રાન્ડ એમ્બેસેડર બની

1460

શિક્ષણ, સ્વાસ્થય સાથે સામાજીક  જાગૃતિ માટે કાર્યરત કલવર એનજીઓએ ત્રિવીદ્દ મુદ્દાઓના બહોળા પ્રસાર સાથે નૈતિક સામાજીક કાર્યનો પસંદગી કળશ ભાવેણાની પુત્રી જાનવી મહેતા પર ઢોળ્યો છે.

ભાવેણાના એક મધ્યમ વર્ગીય પરિવારમાં જન્મેલી ભારતની આધાર સ્તંભ ધરોહર ઋષિ પરંપરા યોગા વિજ્ઞાનને પોતાના જીવનચર્ય સાથે વણી લઈ કેરીયર પથની શરૂઆત કરનારી જાનવી જીજ્ઞેશભાઈ મહેતાનું નામ શિક્ષિત વર્ગમાં ખૂબ થોડા સમયમાં જાણીતું બન્યું છે. માત્ર યુવજા વર્ગ કે ભાવનગર જ નહિં પરંતુ પ્રકૃતિ પર મેશ્વર દ્વારા પ્રાપ્ત અનોખી બક્ષીસને લઈને વિશ્વ ફલક સુધી પહોંચી યોગા કરતબ દ્વારા લોકોને મંત્રમુગ્ધ કરનારી મિસ જાનવી મહેતા અવાર-નવાર સ્થાનિક, નેશનલ તથા ઈન્ટરનેશનલ ક્ષેત્રે યોજાતી સ્પર્ધાઓમાં જોડાઈ બ્રહ્મ સમાજ સાથો સાથ ભાવેણાનું નામ ઉજળું કરી રાષ્ટ્રનું ગોરવ બની રહી છે. અત્યાર સુધુની યોગા કેરિયરમાં ૮૦થી વધુ મેડલ્સ અસંખ્ય પ્રમાણ પત્રો ઉપરાંત બે વખત આંતરરાષ્ટ્રીય કક્ષાએ પોતાનું યોગ કૌશલ્ય રજુ કરી બેસ્ટ પરફોર્મન્સનો એવોર્ડ જીતી ચુકી છે. મીસ ગુજરાત મિસ યોગીની ઓફ ઈન્ડિયા સહિત તાજેતરમાં કરનાલ ખાતે આયોજીત ચેલેન્જીંગ કપ ચેમ્પિયનશીપ સ્પર્ધામાં રનર્સ અપ જાહેર થઈ હતી. તથા મલેશીયા ખાતે પણ ર રનર્સ અપ મીસ યોગીની ઓફ વર્લ્ડ બની યોગ એન્ડ કલ્ચર એસોસિએશન સાથે ભારત વર્ષનું નામ ઉજાગર કર્યું છે. આ યોગીની યશ કિર્તિમાં વધુ એક યશસ્વી પીચ્છુ ઉમેરાયું છે. જેમાં તાજેતરમાં વાઈબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટ અપ સમિરમાં કલરવ એનજીવો દ્વારા જાનવી મહેતાને બ્રાન્ડ એમ્બેસેડર ઘોષિત રવામાં આવી છે. હવે મિસ યોગીની  સામાજીક ક્ષેત્રે પણ સેવા પ્રદાન કરી સામાજીક ઋણ અદા કરશે.

Previous articleકોંગ્રેસ મુક્ત ભારત ગાંધીજીનું લક્ષ્ય, અમારૂં નહીં : PM
Next articleટીંબી કન્યા શાળાનું ગૌરવ નિકીતા સોલંકી