અનીડા (ડેમ) પ્રા.શાળાનું ગૌરવ

735

અણીડા (ડેમ) પ્રા.શાળા, તા.પાલિતાણામાં વર્ષ -ર૦૧૮-૧૯ના ધોરણ -૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાંથી ૧૯ બાળકોએ એનએમએમએસ સ્કોલરશીપની પરીક્ષા આપી હતી. દરેક વીદાર્થીઓ પાસ થઈ શાળાનું ૧૦૦ ટકા પરિણામ આવેલ છે. જેમાં ૩ બાળકો મેરીટમાં આવેલ છે. જેમાં ડાંગર રાજન મનુભાઈ, ગોહિલ વધીબેન અશોકભાઈ તથા ડોડિયા જેનિક લખમણભાઈએ શાળા તથા અણીડા (ડેમ) પ્રા.શાળાનું ગૌરવ વધારેલ છે. તેમજ આ શાળાનો વિદ્યાર્થી પાલિતાણા તાલુકામાં પ્રથમ આવતા શાળા-પરિવારે વીદ્યાર્થીઓને ઈનામ તથા સન્માનપત્ર આપીને પ્રોત્સાહિત કર્યા હતાં.

Previous articleટીંબી કન્યા શાળાનું ગૌરવ નિકીતા સોલંકી
Next articleઉમરાળા કોંગ્રેસ દ્વારા આવેદન અપાયું