રાજુલા જાફરાબાદ એટલે અમરેલી જિલ્લાનો પ્રાણ બહુમત કોળી સમાજ તેમજ, પટેલ સમાજ હોવા છતા પટેલ કોળી સમાજના ધુરંધર નેતાઓ હોવા છતા આઝાદી પછી સંસદસભ્ય મળ્યા જનથી આગામી રૅ૦૧૯ સાંસદ રાજુલા જાફરાબાદને આપવા રાજુલા જાફરાબાદની દરેક જ્ઞાતિ આગેવાનોની ઉગ્ર માંગ થયેલ છે.
આગામી લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે રાજુલા જાફરાબાદને આજદિન સુધી સંસદસભ્યનું પ્રતિનિધિત્વ મળ્યું નથી. ત્યારે છેવાડાના આ વિસ્તારને સંસદ સભ્ય મળે તેવી માંગ ઉગ્ર બની છે.
જાણવા મળતી વિગત મુજબ અમરેલી લોકસભામાં રાજુલા જાફરાબાદ આવે છે અહીંનું રેલ્વે સ્ટેશન વર્ષોથી બંધ હાલતમાં છે. વળી આ વિસ્તાર પછાત છે. ત્યારે લોકસભામાં આ વીસ્તારનો અવાજ ઉઠાવવા આજદીન સુધી રાજુલા જાફરાબાદનો સંસદસભ્ય્ બન્યો નથી ત્યારે આ વિસ્તારના કોઈ આગેવાનને સંસદ સભ્યોની ટિકિ૭ આપવા ઉગ્ર માંગ ઉઠવા પામી છે.
અમરેલી લોકસભામાં પાટીદાર તેમજ કોળી સમાજના સવિશેષ મત આવે છે ત્યારે બંને જ્ઞાતિની આગેવાનો આ વિસ્તારમાં છે કોળી સમાજના કરણ બારૈયા જીવનભાઈ બારૈયા હીરાભાઈ સોલંકી તો પટેલ સમાજમાંથી જીગ્નેશ પટેલ મહેશ કાસવાળા સહિતના ચહેરાઓ છે. ત્યાર ર૦૧૯માં આ વિસ્તારના આગેવાનોને ટિકિટ આપવા માંગ ઉઠી છે.