ભાવનગર મહા નગરપાલિકાના કુંભારવાડાના નગરસેવક હિમતભાઈ મેણિયાએ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાને એક મહત્વપૂર્ણ પત્ર લખીને ભાવનગરથી હરદ્વાર સુધીનો રેલ્વે ટ્રેન શરૂ કરવાની માંગણી કરી છે.
મેણીયાએ લખેલા આ પત્રમાં જણાવ્યું હતું કે ભાવનગરથી ગાંધીનગર સુધી જે ટ્રેન ચાલુ થવાની છે અભિનંદન જ્યારે છેલ્લા ઘણા સમયથી ભાવનગરથી હરિદ્વાર અને આજની ભાવનગરથી મહુવાની જે ટ્રેનની જરૂરીયાત હોવા છતા તેમજ લોકોને મોટી હાડમારી થતી હોય જેથી જે જરૂરી છે. છતા તેનો પ્રશ્નોનો ઉલેક આવતો નથી જ્યારે ૨૦૦૯-૧૦માં ભાવનગર ડીવીઝનમાં ભાવનગર કોચીવલી અને ભાવનગર સુરેન્દ્રનગર સવારે ૧૧-૦૦ વાગ્યાની જે ટ્રેનો ચાલુ કરેલ ત્યારે બંને ટ્રેનોના દર ૩ માસ અને ૬ એક્ષન્ટેશન માટે મંજુરી આપવામાં આવતી જેથી પછીના સમયમાં બંને ટ્રેનો કાયમી રીતે દોડાવવામાં આવે છે. જેથી ભાવનગરથી હરીદ્વાર અને મહુવાની સાંજની ટ્રેનને દર ત્રણ માસ અને ૬ માસ માટે ટ્રેન ચાલુ કરવી જોઈએ. જેથી જે ટ્રાફીકનો પ્રશ્ન પણ ખબર પડે અને લોકો લાભ લેતા થાય.