પાંચ વિધાનસભા ચુંટણીની મતગણતરી માટે ૪૦૦ અધિકારી- કર્મચારીઓને તાલીમ અપાઇ

698
gandhi17122017-1.jpg

ગાંધીનગર જિલ્લાની  વિધાનસભાની પાંચ બેઠકો માટે તા.૧૮ના રોજ યોજાનાર મત ગણતરી અંગે સે-૧૫ ની આર્ટસ એન્ડ  કોર્મસ કોલેજ ખાતે જિલ્લાના અધિકારીઓ અને પાંચ વિધાનસભાના આર.ઓ. સાથે બેઠક યોજીને તૈયારીઓ અંગે સર્વગ્રાહી સમિક્ષા કરી હતી. ચુંટણી ેના સરકારી વાહનો અને મીડિયાના વાહનોનુ પાર્કિગ સાયન્સ કોલેજ ખાતે કરાશે. વિધાનસભા બેઠકોના રાઉન્ડ વાઇઝ મતગણતરીની વિગતો મીડિયાને સમયસર મળી રહે તે માટે સંબધીતોને સુચના આપી હતી.  પ્રજાને મતગણતરીની વિગતો મળી રહે તે માટે સેન્ટ્રલ વિસ્ટાના બગીચા ખાતે રાઉન્ડ વાઇઝ માઇક દ્વારા જાહેર કરાશે.
પાંચ વિધાનસભા મતગણતરીમાં કુલ ૪૦૦ કર્મચારીઓને સ્ટાોફ ટ્રેનીગ કોલેજ ખાતે તાલીમ આપવામાં આવી હતી. જિલ્લાં વિકાસ અધિકારી અને ચીફ નોડલ ઓફીસર દેવાંગ દેસાઇ, નિવાસી અધિક કલેકટર એચ એમ જાડેજા, નાયબ જિલ્લા ચુંટણી અધિકારી વિપુલ ઠક્કર દ્વારા કાઉન્ટીંગ અંગે તથા ઇવીએમ અને વીવીપેટની કામગીરીની વિસ્તૃીત માહિતી આપવામાં આવી હતી.  દરેક વિધાનસભા બેઠક માટે ૧૫ માઇક્રો નિરીક્ષક૧૫- કાઉન્ટીંગ સુપરવાઇઝર ૩૦- કાઉન્ટીં ગ મદદનીશ, ૧૬ વર્ગ-૪ ના કર્મચારીઓ ફરજ બજાવશે. જયારે દરેક વિધાનસભા માટે ૮ વ્યિકિતનો  રિર્ઝવ સ્ટાીફ રાખવામાં આવ્યોા છે. જિલ્લા કલેકટર સતિષ પટેલે જિલ્લાષમાં કોઇપણ મુસ્કેલી વગર ખુબજ સરળતાથી મતદાનની કાર્યવાહી પૂર્ણ કરવા બદલ તમામ અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન આપ્યા હતા. મત ગણતરીની સોપાયેલ કામગીરીમાં રોકાયેલ તમામ કર્મચારી અધિકારીઓને મોબાઇલ રાખવાપર પ્રતિબંધ હોવાથી મોબાઇલ નહી લાવવા જણાવ્યું હતું. જે અધિકારીઓ કર્મચારીઓ મોબાઇલ લાવશે તો તેઓએ સ-૧૫ ની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે જમા કરાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. વિધાનસભાના ચુંટણીના  ઉમેદવારો અને તેમના એજન્ટોત પણ મોબાઇલ મતગણતરી  કેન્દ્રેમાં લાવી શકસે નહી.   

Previous articleકિશોર ક્લાસ દ્વારા સેમિનાર યોજાયો
Next articleવાવોલમાં ફ્લેટનાં પાર્કિંગમાં વહેલી સવારે આગ કરૂણાંતિકામાં ચાર વર્ષનાં બાળક સહિત બેનાં મોત