ભારતના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ અને આગામી લોકસભાની ચૂંટણીઓ અને લોકતાંત્રીક પ્રક્રિયામાં પ્રજાના અવાજનો પડઘો પડે અને જનભાગીદારીથી રાષ્ટ્રના નવ નિર્માણ માટે ભવિષ્યની રણનીતિ તૈયાર થાય તે માટે ભારત કે મન કી બાત, મોદી કે સાથ અભિયાન અંતર્ગત ભાવનગર લોકસભા સીટ માટે એક વિડીયો રથનું પ્રસ્થાન આજે સાંજે ૪-૦૦ વાગે શહેરના રામમંત્ર મંદિર, કાળીયાબીડ ખાતેથી શહેર અધ્યક્ષ સનતભાઈ મોદી દ્વારા કરાવવામાં આવેલ જે આગામી દિવસો દરમ્યાન ભાવનગર લોકસભા ક્ષેત્રમાં ફરી મોદીજીના મન કી બાત કાર્યક્રમ સાથે સાથે આગામી લોકસભાની ચૂંટણીના સંકલ્પ પત્ર માટે અને ભારતના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે લોકો પાસેથી તેમના સુચનો સુચન પેટી મારફત એકત્રીત કરશે.
આ અંગે માહિતી આપતા શહેર અધ્યક્ષ સનતભાઈ મોદીએ જણાવ્યું હતું કે પ્રજાતંત્રમાં પ્રજાનો અવાજ બુલંદ બને અને ઉજ્જવળ ભારતના નવ નિર્માણમાં પ્રજાની વાતનો પડઘો પડે, રાષ્ટ્રના વિકાસમાં જનભાગીદારી થકી રાષ્ટ્રની નીતિઓ ઘડાય તેના માટે કેન્દ્રીય કક્ષાએથી લોકસભાના તમામ મત ક્ષેત્રોમાં આ પ્રકારના વિડીયો રથ ભારતીય જનતા પાર્ટી તરફથી પ્રસ્થાન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં શહેર અધયક્ષ સનતભાઈ મોદી, મેયર મનભભા મોરી, લોકસભા ઈન્ચાર્જ હર્ષદભાઈ દવે, સહ ઈન્ચાર્જ હરૂભાઈ ગોંડલીયા, મહામંત્રી વનરાજસિંહ ગોહિલ, મહેશભાઈ રાવલ, રાજુભાઈ બાંભણીયા, સ્ટે. ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, સમગ્ર કાર્યક્રમના ઈન્ચાર્જ મનાભાઈ સોલંકી, કમલેશ ઉલ્વા સહિત ઉપસ્થિત રહેલ.