માઈનીંગના વિરોધમાં પાંચ ગામોનો સજ્જડ બંધ

902

દાઠા પંથકનાં દરિયાઈ પટ્ટીનાં ગામોમાં અલ્ટ્રાટેક કંપની દ્વારા કરાતો વિરોધ હવે ચરમસીમાએ પહોચ્યો છે પાંચ ગામના લોકોએ આજે માઈનીંગનાં વિરોધમાં સજ્જડ બંધ પાળ્યો હતો અને ઉચાં કોટડા ચામુંડા માતાજીનાં મંદિરે ધરણા ઉપર બેસી ગયા હતા અને માઈનીંગનું કામ નહી અટકે ત્યાં સુધી અહીંસક આંદોલન શરૂ રાખવાની ચીમકી અપાઈ હતી. જો કે પોલીસ દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો.

અલ્ટ્ર્‌ાટેક કંપની દ્વારા તળાજા અને મહુવા પંથકના દરિયાઈ પટ્ટીનાં ગામોમાં માઈનીંગ કામગીરી કરવામાં આવતા જેનો ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. અને ગ્રામજનો તથા પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયા બાદ પણ આંદોલન શરૂ રાખવામાં આવ્યું છે. જેમાં દાઠા પંથકનાં નીચા કોટડા, ઉંચા કોટડા, દયાળ, તલ્લી, બાંભોર સહિત ગામોએ આજે સવારથી વેપાર ધંધા-રોજગાર બંધ તેમજ શાળાઓમાં પણ પોતાનાં બાળકોને નહી મોકલીને સ્વૈચ્છિક બંધ પાળ્યો હતો અને અલ્ટ્રાટેક દ્વારા માઈનીંગનું કામ અટકશે નહી ત્યાં સુધી કોટડા પંથકનાં ખેડુતો અહિંસક બંધ પાળશે રાત્રીનાં ખેડુતોની મીટીંગ મળી હતી જેમાં નિર્ણય લેવાયો હતો. આજે પાંચ ગામનાં ખેડુતો દ્વારા સજ્જડ બંધનાં પગલે પોલીસો ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો જ્યારે તમામ ગામનાં લોકો ઉંચા કોટડા ચામુંડા માતાજીનાં મંદિરે ધરણા પર બેસી ગયા હતા. મહિલાઓ પણ જોડાયા હતા. તમામ બજારો જડબે સલાક બંધ રહ્યા હતા. પોલીસે સુરક્ષા વ્યવસ્થાનાં ભાગરૂપે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા સાથે સનત પેટ્રોલીંગ પણ કર્યુ હતું. ત્યારે ગ્રામજનો હવે માઈનીંગનું કામ અટકાવવા મક્કમ બન્યા હોવાનું જણાઈ રહેલ છે.

 

Previous articleભારત કે મન કી બાત મોદીજી કે સાથ વીડીયો રથનું પ્રસ્થાન થયું
Next articleએટીએમનાં પાસવર્ડનો ઉપયોગ કરી ૭૫ લાખનું ચીટીગ કરતા બે ઝડપાયા