ઢસા,ગઢડા,વલ્લભીપુર, વેળાવદર પો.સ્ટે.મા એ.ટી.એમ. ના પાસવર્ડનો ઊપયોગ કરી આશરે રૂ. ૭૫,૦૦,૦૦૦નુ ચીટીંગ કરી નાસતાશ્ફરતા આરોપીઓને પકડી પાડતી આર.આર.સેલ ભાવનગર રેન્જનાં સ્ટાફે ઝડપી લઈને ઢસા પો.સ્ટે.માં ગુનો દાખલ કરાવી સોંપી આપેલ. ભાવનગર રેન્જ આઇ.જી.પી. નરસિંમ્હા કોમાર સાહેબની સુચના અને માર્ગદર્શન મુજબ આર.આર.સેલ ભાવનગર ટીમને મળેલ બાતમી આધારે લોજીકેશન પ્રાઈવેટ લીમીટેડ કું.મા કસ્ટોડીયન તરીકે નોકરી કરતા કર્મચારીઓ એ તેઓના પાસવર્ડ દ્વારા એ.ટી.એમ. મશીનમાં આવેલ કેશ બોકસમાં ચલણી નોટો મુકવાની કાયદેસર ફરજ દરમ્યાન ભરતભાઇ મોહનભાઈ રાઠોડ, મુકેશભાઈ જીવાભાઈ ભરાડીયા રહે.બંન્ને બોટાદ,જુના રામજી મંદીર પાસે વાળાઓએ ગુનાહિત કાવત્રુ રચી પોતાના અંગત ફાયદાસારૂ છેલ્લા છમાસના સમય ગાળા દરમ્યાન પોતાના પાસવર્ડનો ગેર ઊપયોગ કરી ઢસા- ગઢડા એસ.બી.આઈ ના એ.ટી.એમ. માંથી રૂ.૫૨,૯૫,૫૦૦/-, કોર્પોરેશન બેંક વલ્લભીપુર ના એ.ટી.એમ.માંથી રૂ.૧૧,૧૪,૩૦૦/-, વેળાવદર બેંક ઓફ ઈન્ડીયા એ.ટી.એમ.માંથી રૂ.૧૧,૦૦,૦૦૦/- એરીતે અલગ-અલગ સમયે રોકડ કાઢી વિશ્વાસઘાત કરતા ગુન્હા રજીસ્ટર થયેલ જેમા છેલ્લા બે માસથી બંન્ને ઈસમો નાસતા ફરતા હોય આજરોજ અટક કરી આગળની કાર્યવાહી માટે ઢસા પો.શ્ટે. સોંપી આપેલ છે.