પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિધ્યાલય અને તેની ભગિની સંસ્થા રાજયોગા એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનના યુવા પ્રભાગ દ્વારા ભારતના લોકલાડિલા માન. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના સંકલ્પ “મેરા ભારત સ્વર્ણિમ ભારત“ થીમ પર ૨૦૧૭ થી ૨૦૨૦ સુધી ત્રણ વર્ષ માટે આયોજિત “અખિલ ભારતીય પ્રદર્શની બસ અભિયાન“ ૧૩ ઓગસ્ટે રાજ્યના નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઈ દ્વારા પ્રસ્થાન પામે.
આ અભિયાન તેના નિયત રૂટ પ્રમાણે રખિયાલ-દહેગામ થી ૧૦ સપ્ટેમ્બર રવિવારે ગાંધીનગર સેકટર -ર૮ ખાતે આવેલા બ્રહ્માકુમારીઝ કેન્દ્રમાં પધારતાં સી. આર. પી. એફ. કેમ્પ ખાતે ડી.આઈ.જી. ભ્રાતા રાજેશ ઢક્કલવાલ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવેલ અને તેમણે અભિયાન યાત્રિઓ સાથે બેઠક ગોઠવી પ્રોત્સાહન ભરી પોતાની શુભેચ્છા વ્યક્ત કરેલ.
સવારના ભાગમાં સેક્ટર-૨૩ સ્થિત કડી કેમ્પસમાં ઉમીયા કન્યા છાત્રાલય ખાતે બે જ્ગ્યાએ ભગિની કૌશલ્યાબેનની ઉપસ્થિતિ કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલ. જેમાં ૬૦૦ જેટલી કન્યાઓએ રવિવાર રજાનો દિવસ હોવા છતાં ખૂબ શાંતિ અને રસપૂર્વક કાયક્રમ નિહાળેલ.
જેમાં તેમને સ્વચ્છતા, પોઝીટીવીટી અને મેડિટેશન અભ્યાસ દ્વારા જીવનમાં આધ્યાત્મિક ગુણોના વિકાસ પર દ્રષ્ટાંત સહ ગમત સાથે સમજાવામાં આવેલ.
આ પ્રસંગે ખાસ પ્રતિજ્ઞા પણ લેવડાવામાં આવેલ. અને રાષ્ટ્ર ગાન સાથે કાર્યક્રમ સમાપ્ત કરી સૌ છાત્રાઓને બસમાં અંકિત પ્રદર્શની સમજાવામાં આવેલ અને બ્રહ્માકુમારીઝ ના સ્થાનિક સેવાકેન્દ્ર પર મેડિટેશન શિખવા પધારવા નિમંત્રણ આપવામાં આવેલ.