આઇટમ નંબરના પરિણામે કોઇ જ લેબલો લાગતા નથી

694

અભિનેત્રી મલાઇકા અરોરા ખાને કહ્યુ છે કે આઇટમ નંબર ટેગ અને લેબલ લગાડતા નથી. મલાઇકાના આઇટમ સોંગે વિતેલા વર્ષોમાં ભારે ધુમ મચાવી છે. મુન્ની બદનામ હુઇ જેવા તેના આઇટમ સોંગ આજે પણ ધુમ મચાવે છે. આ તમામ આઇટમ સોંગના કારણે મલાઇકા અરોરા ખાન ભારે જાણીતી થઇ હતી. તમામ હિટ ગીતોના કારણે મલાઇકા અરોરા આઇટમ સોંગની દુનિયામાં લોકપ્રિય થઇ ગઇ છે. તેની ઓળખ એક શાનદાર આઇટમ ગર્લ તરીકે થવા લાગ છે.મલાઇકા અરોરા ખાનને હવે દબંગ-૩ ફિલ્મ માટે લેવામાં આવી નથી. કારણ કે તેના અરબાજ સાથેના સંબંધ તુટી ગયા છે. દબંગ સિરિઝની પ્રથમ ફિલ્મમાં તે છવાયેલી રહી હતી.મલાઇકા અરોરા ખાને કહ્યુ છે કે વિતેલા વર્ષોમાં જ્યારે આઇટમ સોંગની પસંદગી કરી ત્યારે પહેલા ફિલ્મન પટકથાને પણ સમજી લીધી હતી. તેના આધાર પર  આઇટમ સોંગને તૈયાર કરવામાં આવ્યા હતા. તેનુ કહેવુ છે કે તે જેટલા પણ આઇટમ સોંગ કરી ચુકી છે તે પૈકી તેને પોતાને પણ આ તમામ સોંગ ખુબ પસંદ છે. જેના કારણે તે યુવા અભિનેત્રીઓને પણ સલાહ આપવા માંગે છે કે આઇટમ સોંગના કારણે ક્યારેય કોઇ ટેગ કે લેબલ લાગતા નથી. હાલના દિવસોમાં મલાઇકા સામાન્ય રીતે અર્જુન કપુર સાથે નજરે પડે છે. અર્જુન કપુર સાથે તેના પ્રેમ સંબંધોની ચારેબાજુ ચર્ચા જોવા મળી રહી છે. આના કારણે સોશિયલ મિડિયામાં પણ ચર્ચા છે. અર્જુન કપુરને લઇને મિડિયા તમામ માહિતી સતત આપતો રહે છે. મલાઇકા અરોરાની ફિટનેસને લઇને પણ તમામ તેના ચાહકો ઉત્સાહિત રહે છે. તેનુ કહેવુ છે કે આઇટમ સોંગ કરવાથી લેબલ લાગી જશે જો કોઇ તેમ વિચારે છે તો તેને આ  પ્રકારના ગીતોથી સાવધાન રહેવુ પડશે.

Previous articleલીલી, કાળી દ્રાક્ષનું આગમન
Next articleમારે ગ્લેમડોલની ઇમેજ નથી જોતીઃએન્જેલા