ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, આ મામલે સામે આવેલા નવા પુરાવાઓ પર ફરીથી તપાસ હાથ ધરવાની અરજી પર ૧૧ મી ફેબ્રુઆરીએ સુનાવણી હાથ ધરવામાં આવશે. જસ્ટિસ એ કે સીકરી અને જસ્ટિસ એસ અબ્દુલ નઝીરની બેચે કહ્યું હતું કે, આ મામલે સંબંધિત અપીલ પર એક અન્ય બેંચ પહેલા જ સુનાવણી કરી ચુકી છે. માટે એ બેંચ જ આ સુનાવણી હાથ ધરે તે જ વધારે યોગ્ય ગણાશે તેમ બેંચે કહ્યું હતું. આ અગાઉ જસ્ટિસ અરૂણ મિશ્રાની અધ્યક્ષતા હેઠળની બેંચે ૩૧ જાન્યુઆરીએ ગુજરાત હાઈકોર્ટના નિર્ણય વિરૂદ્ધ સીબીઆઈની અપીલ પર સુનાવણી પૂર્ણ કરી લીધી હતી અને આ મામલે નિર્ણય પણ સંભળાવવામાં આવશે. આ કેસમાં હાઈકોર્ટે તમામ આરોપીઓને છોડી મુક્યા હતાં. જેને બિન સરકારી સંગઠન સેંટર ફોર પબ્લિક ઈંટરેસ્ટ લિટિગેશંસ તરફથી વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે, આ કેસમાં નિચલી અદાલતના ચુકાદાના નિર્ણય બાદ વધુ ૪ નવા તથ્યો સામે આવ્યા છે અને આ સ્થિતિમાં નવેસરથી તપાસના આદેશ આપવાની જરૂર છે. કેન્દ્ર તરફથી સોલિસિટરન જનરલ તુષાર મેહતાએ આ મામ્લે અરજીના ઔચિત્ય પર જ પ્રશ્નો ઉભા કર્યા હતાં. બિન સરકારી સંગઠને ગત મહિને વડી અદાલતમાં અરજી દાખલ કરી કોર્ટની દેખરેખ હેઠળ આ હત્યાકાંડની તપાસ કરાવવાનો અનુરોધ કર્યો હતો. ગુજરાતમાં નરેન્દ્ર મોદી સરકારમાં ગૃહમંત્રી હરેન પંડ્યાની ૨૬ માર્ચ, ૨૦૦૩માં અમદાવાદના લૉ ગાર્ડન વિસ્તારમાં તે સમયે ગોળી મારીને હત્યા નિપજાવવામાં આવી હતી જ્યારે તેઓ સવારે ચાલી રહ્યાં હતાં.