ખરેખર આશ્ચર્યની વાત કહી શકાય કે, ગાંધીનગર મહાનગરપાલિકાનેર્ ODF++ રેંક મળી છે. આ રેટિંગ માટે કેન્દ્ર સરકાર સમક્ષ દરખાસ્ત રજૂ કરી હતી. ગાંધીનગરમાં ચકાસણી માટે આવેલી કેન્દ્રની ટીમે ગાંધીનગર મ્યુનિ.નેર્ ODF++ નું રેટિંગ આપી દીધું છે. કેન્દ્ર સરકારે થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શન માટે મોકલેલી ટીમે બે દિવસમાં ૨૮ વિસ્તાર, ૧૬ શૌચાલય અને ત્રણ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની ચકાસણી બાદ પોતાનો રિપોર્ટ આપ્યો હતો અને મ્યુનિ. વિસ્તારમાં સફાઈ કામગીરીને બિરદાવી હતી. તેમજ પ્રથમ દરજ્જાનું રેટીંગ આપ્યું હતું.
ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત અને સ્વચ્છતાની ચકાસણી માટે આવેલી ટીમને શહેરમાં આવેલા રહેણાંક, ઝૂંપડપટ્ટી તેમજ વેપાર વાણિજ્ય વિસ્તારોની જાણકારી અપાઈ હતી.પાટનગરમાં કયા સ્થળે કેટલા શૌચાલયો છે તેની પણ જાણકારી હતી. જેના આધારે આ ટીમે શહેરના વિવિધ વિસ્તારો અને સંલગ્ન ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લીધી હતી.ગાંધીનગર રેલવે સ્ટેશન અને પથિકાશ્રમ ડેપો, નવા સચિવાલયના ગેટ, ઘ-૪ સાઈકલ સ્ટેન્ડ સહિત ૨૮ સ્થળે રસ્તાઓ, શૌચાયલો અને સફાઈનું નિરીક્ષણ આ ટીમ દ્વારા કરવામાં આવ્યુ હતું.
મનપા દ્વારા વિવિધ વિસ્તારના ૨૦ બેસ્ટ ટોઈલેટ પણ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં નેપકિન, એર ફ્રેશનર, હેન્ડ વોશ, ડસ્ટબિન, ફિડબેક સીસ્ટમ સહિતની વિવિધ સુવિધાઓ હતી. મ્યુનિ. હસ્તકના ૨૯ કમ્યુનિટી શૌચાલય અને ૪૫ જાહેર શૌચાલયોની યાદીના આધારે ટીમે ૧૬ શૌચાલયની મુલાકાત લીધી હતી.