સરકાર નર્મદાના નીર પોરબંદર, કચ્છમાં પાણી પહોંચાડે તે પહેલાં તંગી પડશે, સ્થિતિ વણસવાનો ભય

801

રાજ્યમાં પોરબંદર, કચ્છમાં નર્મદાના નીર પહોંચાડવા માટે ૩૧ માર્ચ સુધીમાં પાઇપલાઇન નાખવાનું આયોજન સરકારે કર્યું છે. આ માટેના ટેન્ડર પણ બહાર પડી ગયા છે, પણ પોરબંદર, કચ્છને સ્થાનિક સોર્સમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે તે માર્ચના મોડામાં મોડું બીજા સપ્તાહમાં પૂરું થઇ જાય તેમ હોવાથી નર્મદાનાં નીર સરકાર પહોંચાડે તે પહેલા જ આ પોરબંદર જિલ્લા અને કચ્છ આસપાસના વિસ્તારમાં પીવાના પાણીની તંગી સર્જાય તેવી પરિસ્થિતિ સર્જાઇ હોવાનુંં સરકારના સૂત્રોનું કહેવું છે.

સરકાર દ્વારા ચાલુ વર્ષે ઉનાળામાં પીવાના પાણીની તંગી ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારમાં ન પડે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનના ભાગરૂપે રાજ્ય સરકારે આગોતરું આયોજન કરીને કઇ રીતે આ વિસ્તારમાં પીવાના પાણીની તંગી સર્જાય તે માટે પાણી પુરવઠા વિભાગને માસ્ટર પ્લાન બનાવવાની તાકીદ કરી હતી. જેના ભાગરૂપે પાણી પુરવઠા વિભાગે પોરબંદર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં નર્મદાનાં નીર પહોંચાડવા માટે આયોજન કર્યું હતું.

આ માટેની સરકારે મંજૂરી પણ આપી દીધી અને તેના ટેન્ડર પણ બહાર પડી જતા કામગીરી શરૂ પણઆયોજન પ્રમાણે તા. ૩૧ માર્ચ સુધીમાં પાઇપ લાઇનથી પીવા માટે ખૂટતું પાણી પહોંચી જશે એટલે પીવાના પાણીની કોઇ તંગી સર્જાશે નહીં, પણ સ્થિતિ એવી છે કે, પોરબંદરમાં ફેબ્રુઆરીના અંતમાં જ પીવાના પાણીનો પુરવઠો પૂરો થઇ જશે. આથી તા. ૩૧ માર્ચ સુધી કઇ રીતે પાણી પૂરું પાડવું તે સમસ્યા છે. વળી, કચ્છમાં પણ સ્થાનિક સ્ત્રોતમાં પણ તા. ૩૧ માર્ચ પહેલા પાણી ખૂટી જાય તેમ હોવાથી સરકાર પાણી પહોંચાડે તે પહેલા જ પીવાના પાણીની તંગી સર્જાય તેવી સ્થિતિ સર્જાઇ છે.

આવા સંજોગોમાં રાજ્ય સરકારના આયોજનમાં સરકારી નીતિ પ્રમાણે વધુ વિલંબ સર્જાય તો સરકારના ભરોસે પોરબંદર અને કચ્છની પ્રજા પીવાનું પાણી મેળવવા માટે પણ વલખાં મારે તેવી સ્થિતિ સર્જાવવાની શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી છે થઇ ગઇ છે. રાજકોટને પાણીની તંગી ન પડે તેટલા આજી-૧, જામનગર માટે આજી-૩, સુરેન્દ્રનગર માટે ફલકું ડેમ, મોરબી માટે મચ્છું-૨માં નર્મદાનું પાણી ઠલવાશે. આ પછી સ્થાનિક સ્તરે વિતરણ વ્યવસ્થા નહીં ગોઠવાય તો તંગી સર્જાઈ શકે છે.

Previous articleઅહો આશ્ચર્યમઃગાંધીનગરને મળ્યું ઓડીએફમાં પ્રથમ રેંક સ્થાન
Next articleએ જ નથી ખબર કે હું ભારતરત્ન સમ્માન બદલ કેટલો હકદાર છું : પ્રણવ મુખર્જી