૩૨ વર્ષ પછી રાહુલ ગાંધી પિતાના રસ્તા પર ચાલી રહ્યા છે : જેટલી

551

દિલ્હીમાં યોજાયેલા કોંગ્રેસનાં અલ્પસંખ્યક સંમેલનમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ટ્રીપલ તલાક કાનૂન ખત્મ કરવાની જાહેરાત કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, જો ૨૦૧૯માં કોંગ્રેસ સત્તા પર આવશે તો તીન તલાક કાયદો નાબૂદ કરશે. જો કે આ મામલે કેન્દ્રિય નાંણાં પ્રધાન અરૂણ જેટલીએ રાહુલ પર પ્રહારો કર્યા છે. એક બ્લોગમાં જેટલીએ લખ્યું છે કે, બરેલીની તીન તલાકની ઘટના વિશે ખબર પડશે તો તમારો આત્મા રડી પડશે. આવા સમયે રાહુલ ગાંધીએ ટ્રીપલ તલાક વિધેયકનું સમર્થન કરવાને બદલે તીન તલાક કાયદો નાબૂદ કરવાની જાહેરાત કરી છે. જે ખુબ દુર્ભાગ્યપુર્ણ છે.

જેટલીએ પોતાનાં બ્લોગમાં લખ્યું છે કે, ઇતિહાસ પોતાનું પુવરાવર્તન કરે છે. રાજીવ ગાંધીએ શાહ બાનો કેસમાં સુપ્રિમ કોર્ટનાં નિર્ણયને બલદી નાંખ્યો. જેનાંથી દેશની લાખો મુસ્લિમ મહિલાઓને રાહત મળવાની શક્યતા હતી. હવે ૩૨ વર્ષ પછી તેમનાં દિકરા રાહુલ ગાંધી પણ પિતાનાં નક્શે કદમ પર ચાલી રહ્યા છે. રાહુલ ગાંધીએ એવા પગલા ભરવાની જાહેરાત કરી છે. જેનાથી મુસ્લિમ મહિલાઓ પોતાનાં અધિકારોથી વંચિત રહેશે.

બરેલીમાં થયેલા નિકાહ હલાલાનો હવાલો આપતા જેટલીએ કહ્યું છે કે, બરેલીની ઘટના આપણાં બધા માટે કલંક છે. વર્ષ ૨૦૦૯માં બરેલીમાં એક મહિલાનાં નિકાહ થયા હતા. તીન તલાકનો સહારે લઈને બે વખત તેને તલાક આપવામાં આવ્યા. પહેલી વખત ૨૦૧૧માં અને ત્યારબાદ ૨૦૧૭માં ટ્રીપલ તલાકની ઘટના બની. તેમજ આ બન્ને વખત તે મહિલાએ નિકાહ હલાલાનું પાલન કરવા માટે પહેલી વખત તેનાં સસરા સાથે અને બીજી વખત તેનાં દિયર સાથે નિકાહ હલાલા કરીને શારિરીક સંબંધ બાંધવા પડ્યા.

જેમાં તે મહિલાનું શોષણ થયું. બન્ને વખત તે મહિલા સાથે બળાત્કારની ઘટના બની.

બ્લોગમાં જેટલી લખે છે કે લગભગ ૨ ડિસેમ્બર,૨૦૧૮નાં રોજ યુપીનાં સંભલ જિલ્લામાં ઘટના બની હતી. ૨૧મી સદીમાં પણ માનવાધિકારનું આટલી હદે હનન થઈ રહ્યું છે. તે આપણા બધા માટે શરમની વાત છે.

Previous articleમોદીની આસામ, અરૂણાચલ યાત્રાને લઇ તમામ તૈયારીઓ
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે