મોદીની આસામ, અરૂણાચલ યાત્રાને લઇ તમામ તૈયારીઓ

563

વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણીને લઇને હવે તૈયારીરૂપે એક્શન મોડમાં આવી ગયા છે.  જેના ભાગરૂપે પહેલા બંગાળમાં આક્રમક પ્રચાર કર્યા બાદ આવતીકાલે નવમી ફેબ્રુઆરીના દિવસે આસામના પાટનગર ગુવાહાટીમાં મોદી કેટલાક વિકાસ કાર્યોનુ  ઉદ્‌ઘાટન કરનાર છે. બ્રહ્યપુત્ર નદી પર બનાર પુલ માટે આધારશિલા મુકનાર છે. એમ્સનુ શિલાન્યાસ કરશે અને ગેસ પાઇપલાઇનનુ ઉદ્‌ઘાટન કરનાર છે. આ ગેસ પાઇપલાઇન નોર્થ ઇસ્ટને નેશનલ ગ્રીડ સાથે જોડશે. આસામથી મોદી સીધી રીતે અરૂણાચલ પ્રદેશ જશે. અરૂણાચલમાં મોદી નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટનુ ઉદ્‌ઘાટન કરશે અને ત્યાંથી ત્રિપુરા જશે. જ્યાં તેઓ રેલી કરનાર છે. ત્રિપુરાથી મોદી દિલ્હી પરત ફરનાર છે. ૧૦મી ફેબ્રુઆરીના દિવસે મોદી તમિળનાડુમાં પહોંચનાર છે. જ્યાં તિરુપુરમાં રેલી કરનાર છે. અહીંથી કર્ણાટકના હુબલી જનાર છે. જ્યાં પણ તેમની રેલી થનાર છે. ત્યાંથી મોદી આંધ્રપ્રદેશના ગુન્ટુર જશે અને અહીં પણ તેમની રેલી છે. આંધ્રપ્રદેશમાં લોકસભાની ચૂંટણીની સાથે સાથે વિધાનસભાની ચૂંટણી પણ યોજાનાર છે. અહીં પણ મોદી નાયડુ સરકાર પર આકરા પ્રહારો કરી શકે છે. ૧૧મી ફેબ્રુઆરીના દિવસે મોદી મથુરામાં અક્ષય પાત્ર ફાઉન્ડેશનના કાર્યક્રમમાં હાજરી આપનાર છે. આ સંસ્થા દેશના ૧૯ લાખ બાળકોને મિડ ડે મિલની વ્યવસ્થા કરે છે.

મોદીના આ કાર્યક્રમમાં કેટલીક નવી વિશેષતા રહી શકે છે. કારણ કે માનવામાં આવે છે કે મોદી આ કાર્યક્રમમાં કેટલાક બાળકોને ભોજન પિરસીને આપનાર છે.

આ કાર્યક્રમમાં યોદી અને કેન્દ્રિય પ્રધાન પ્રકાશ જાવડેકર પણ હાજર રહેનાર છે. મોદીના કાર્યક્રમને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. મોદીનો કાફલો જે વિસ્તારમાં પહોંચનાર છે ત્યા ંપણ સુરક્ષા વ્યવસ્થા મજબુત કરવામાં આવી ચુકી છે. આસામ, અરૂણાચલ પ્રદેશ અને ત્રિપુરામાં તેમના કેટલાક કાર્યક્રમો છે. ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ છે.

Previous articleએ જ નથી ખબર કે હું ભારતરત્ન સમ્માન બદલ કેટલો હકદાર છું : પ્રણવ મુખર્જી
Next article૩૨ વર્ષ પછી રાહુલ ગાંધી પિતાના રસ્તા પર ચાલી રહ્યા છે : જેટલી