આંબરડી પાસેનો ગત ચોમાસામાં તુટી ગયેલો પુલ નવો બનાવવાની માંગણી

831
guj17122017-3.jpg

રાજુલાથી રાજકોટ હાઈવેનો એક માત્ર રોડ અને તેમાંય આંબરડી પાસેનો જુનવાણી નદી પરનો પુલ ગત ચોમાસામાં તુટી ગયેલ. જેમાં એક્સીડેન્ટોના હારમાળા છતાં નવો પુલ બનાવવા તાકડધીન્ના કરવામાં આવી રહ્યાં છે. રાજુલા-સાવરકુંડલા-રાજકોટ હાઈવેનો આંબરડી પાસે ગત ચોમાસામાં જુનો રાજાશાહી વખતનો પુલ તુટી ગયેલ રોડ ર દિવસ બંધ રહેલ કામ ચલાઉ સાઈડમાં જેવો તેવો રસ્તો કાઢવાથી આ જગ્યાએ દર અઠવાડીયે વાહનો ઉંધે માથે થતા જાય છે. તાત્કાલિક નવો પુલ બનાવવા આદસંગ, થોરડી, આગરીયા, નાના-મોટા ત્રણેય આગરીયા, આંબરડી, દેતડ, દોલતી, ખોડીયાણા, ઘનશ્યામનગર સહિતના ગામ આવેોાનો તેમજ કોંગ્રેસ અગંરણી બાબુભાઈ રામ દ્વારા અમરેલીથી ગાંધીનગર સુધી તાર જણ જણાવ્યા છે. જલ્દી પુલ બને તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

Previous articleરાજુલા-જાફરાબાદમાં ભાજપ દ્વારા સરદાર નિર્વાણદિને શ્રધ્ધાંજલી અપાઈ
Next articleભુંભલી કન્યાશાળામાં વાલી મીટીંગ યોજાઈ