મોદીએ વાયુસેનાના ૩૦ હજાર કરોડ લુંટીને અનિલ અંબાણીને આપ્યા : રાહુલ

550

રાફેલ વિમાનોની ડીલમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વધુ એક વખત મોદી સરકાર પર આરોપ લગાવ્યા છે. આજે એક પત્રકાર પરિષદમાં રાહુલ ગાંધીએ એક અંગ્રેજી અખબારમાં છપાયેલા અહેવાલનો હવાલો આપીને કહ્યુ હતુ કે આ ડીલમાં પીએમ મોદીનો સીધો હાથ હતો. વાડ્રા અને પી ચિદમ્બરમ સામે મોદી સરકાર જોઈએ તેટલી તપાસ કરાવી લે પણ કમસેકમ રાફેલ પર પણ તો તપાસ કરો.

ઉલ્લેખનીય છે કે આજે એક અંગ્રેજી અખબારે પ્રકાશિત કરેલા અહેવાલમાં દાવો કર્યો છેકે ભારત અને ફ્રાંસ વચ્ચે વિમાનોની ડીલમાં રક્ષા મંત્રાલય દ્વારા પીએમઓ દ્વારા ફ્રાંસ સાથે થઈ રહેલી અલાયદી વાતચીતનો વિરોધ કર્યો હતો. રાહુલ ગાંધીએ આ સંદર્ભમાં રક્ષા મંત્રાલયની એક નોંધ પણ બતાવીને હુમલો કર્યો હતો.

રાહુલે કહ્યુ હતુ કે અમે એક વર્ષથી કહી રહ્યા છેકે રાફેલ ગોટાળામાં પીએણ મોદી સામેલ છે.આજે એક અખબારે પણ લખ્યુ છે કે વડાપ્રધાનની વાતચીતમાં સીધી ભૂમિકા હતી. હું દેશની સેનાના જવાનોને કહેવા માંગુ છું કે તમે અમારી રક્ષા કરો છે અને અમારા માટે જીવ આપો છો ત્યારે દેશના વડાપ્રધાને ૩૦૦૦૦ કરોડ રૂપિયાનો ગોટાળો કર્યો છે અને આ રકમ પોતાના મિત્ર અનિલ અંબાણીના ગજવામાં નાંખી છે. રાહુલે કહ્યુ હતું કે વડાપ્રધાન અને રક્ષામંત્રી સતત આ મુદ્દે જુઠ્ઠુ બોલીને દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે.કારણકે ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિ ઓલાંદે કહ્યુ હતુ કે મોદીજીની સીધી સૂચના હતી કે અનિલ અંબાણીને કોન્ટ્રાક્ટ મળવો જોઈએ. બીજી તરફ ડિફેન્સ મિનિસ્ટ્રીએ પણ તાકીદ કરી હતી કે પીએમઓની દખલગીરીના કારણે રાફેલ ડીલ પ્રભાવિત થઈ શકે છે.આમ છતા તેમાં પીએમે હસ્તક્ષેપ કર્યો હતો.અંબાણી માટે મોદીએ પોતે વાટાઘાટો કરી હતી.

કોંગ્રેસ અધ્યક્ષે કહ્યુ હતુ કે મને લાગે છે કે પીએમ મોદી બેવડા વ્યક્તિત્વ એટલે કે ડ્યુલ પર્સનાલિટીનો શિકાર છે.તેમને સીજો ફ્રેનિયાની બીમારી છે.તેઓ એક સમયે ચોર અને બીજા સમયે ચોકીદાર બની જાય છે.તેઓ પોતાને ચોર અને ચોકીદાર બંને ગણાવી રહ્યા છે.

Previous articleકોંગ્રેસ વિદેશી શક્તિઓના હાથની કઠપુતળી : રક્ષામંત્રી
Next articleદેશનો દરેક ગરીબ અમારી સાથે : મોદી