જાફરાબાદના પ્રસિધ્ધ તપોવન ટેકરી ખાતે અલ્ટ્રાટેક ગુજરાત સિમેન્ટ તેમજ નર્મદા સિમેન્ટ કંપની દ્વારા તેમજ જિલ્લા અંધ નિવારણ સમિતિ તેમજ ગરીબ મંડળ તાત્કાલિક હનુમાનના સહયોગથી તા.૧૦-ર રવિવારે વિનામુલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાશે.
જાફરાબાદના તપોવન ટેકરી તપસીબાપુના આશ્રમે અલ્ટ્રાટેક ગુજરાત સિમેન્ટ કોવાયા નર્મદા સિમેન્ટ જાફરાબાદ, જિલ્લા અંધ નિવારણ સમિતિ અમરેલી તેમજ તાત્કાલિક હનુમાન ગરીબ મંડળના સહયોગથી તા.૧૦-ર-ર૦૧૯ને રવિવારે વિનામુલ્યે નેત્ર નિદાન કેમ્પનું આયોજન થયેલ છે. જેમાં વિનામુલ્યે આંખોની તપાસ, દવા, મોતીયા તેમજ જરૂર જણાય તેને આંખોના ઓપરેશન સહિત વિનામુલ્યે કરાવી આપવામાં આવશે તેમજ રાહત દરે દર્દીઓને ચશ્માનું વિતરણ પણ કરાશે. રાજુલા-જાફરાબાદની તમામ જનતાએ આ સેવા યજ્ઞનો લાભ લેવા અને તપસીબાપુના મહાપ્રસાદનો લાભ પણ દર્દીઓને આપવામાં આવશે.