ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગરના બી.બી.એ. વિભાગમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે કોર્પોરેટ કંપનીમાં એજન્ડા કઈ રીતે બનાવવો ? તે વિષય ઉપર વર્કશોપ યોજવામાં આવ્યો હતો. દેવેશભાઈ મહેતા જેઓ ૬૦ જેટલી પ્રતિષ્ઠિત કોર્પોરેટ કંપનીના ચીફ સેક્રેટરી તરીકે કાર્યરત છે, તેમણે વિદ્યાર્થીનીઓને આ વર્કશોપમાં માર્ગદર્શન કરેલ છે.