શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવેનો પ્રવાસ કાર્યક્રમ ગોઠવાયેલ છે. તેઓ તા. ૦૯ના રોજ સવારે ૦૭/૩૦ કલાકે મેઘાણી હોલ, સરદારનગર ખાતે શ્રીમદ ભગવતગીતા જ્ઞાનયજ્ઞમાં હાજર રહેશે, સવારે ૦૮/૩૦ કલાકે સરદાર સેવા સંકુલ ખાતે ગુજરાત સ્ટેટ ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા યોજાનાર ૨૮મી રાજ્ય રેલીમાં હાજર રહેશે, સવારે ૧૦/૦૦ કલાકે એમ. કે. બી. યુનિ. ખાતે યોજાનાર સાત્વિક અને પૌષ્ટીક ફૂડ ફેસ્ટીવલ કાર્યક્રમમાં હાજર રહેશે, સવારે ૧૧/૩૦ કલાકે જૈન દેરાસર ક્રુષ્ણનગર ખાતે આચાર્યપ્રદાન મહોત્સવ કાર્યક્રમમાં હાજર રહેશે, સાંજે ૦૫/૦૦ કલાકે ભાવનગર મહાનગરપાલિકા આયોજીત તરસમીયા પબ્લીક હેલ્થ સેન્ટરના બાંધકામના ખાતમુહુર્ત કાર્યક્રમમાં ફાતીમા કોન્વેન્ટ સ્કુલની સામે નુતન ભારતી સોસાયટી ખાતે હાજર રહેશે, રાત્રિ રોકાણ ભાવનગર ખાતે.
તા. ૧૦ના રોજ સવારે૦૮/૦૦ કલાકે ભાવનગર રેલ્વે સ્ટેશન ખાતે યોજાનાર ભાવનગર ટર્મીનસ ગાંધીનગર ઈન્ટરસીટીના શુભારંભ કાર્યક્રમમાં હાજર રહેશે, ૦૯/૦૦ કલાકે અકવાડા લેઈક ખાતે વિકાસના કામોનું નિરીક્ષણ કરશે, ૧૦/૦૦ કલાકે ગંગાજળીયા તળાવના વિકાસ કામોનું સ્થળ પર નિરીક્ષણ કરશે,બપોરે ૧૨/૩૦ કલાકે ક્રુષ્ણનગર ખાતે જયુભાઈના પારિવારીક દિક્ષાંત સમારોહમાં હાજર રહેશે, સાંજે ૫/૦૦ કલાકે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂપિયા ૭૫.૭૧ લાખના વિકાસના કામોનો ખાતમુહુર્ત કાર્યક્રમ મેયર મનહરભાઈ મોરીના અધ્યક્ષસ્થાને યોજાશે તે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે
આ ખાતમુહુર્ત કાર્યક્રમ અંતર્ગત વાલ્કેટ ગેઈટ પાસે કોમ્યુનીટી હોલ બનાવવાનું કામ, રેલ્વે સ્ટેશન રોડ, સુતારવાડ લાતીફૂવારા પાસે, સરવૈયા ટ્રાન્સ્પોર્ટ વાળો ખાંચો આર. સી. સી. રોડનું કામ, રેલ્વે સ્ટેશન જગદીશ પંપવાળો ખાંચો આર. સી. સી. રોડનું કામ, શિશુવિહાર, ઈબ્રાહીમ મસ્જીદ પાસે એસ. બી. આઈ. ટ્રેઈનીંગ સેન્ટરવાળો રોડ આર. સી. સી. રોડનું કામ, રાણીકા જુના બરફના કારખાના પાછળ શિવધારા પાનથી મેલડીમાના મંદિર સુધી પેવર રોડનું કામ કરવામા આવશે.