ઈશ્વરીયા નજીકનો ગેટ નં. ૧૯રનો ગેટ બંધ કરી અન્ડર ગ્રાઉન્ડ પુલ બનાવ્યો છે તે આગામી ચોમાસામાં સકસેસ જાય તેમ નથી આથી આ ફટાકના અન્ડર ગ્રાઉન્ડમાં પાણી ભરાશે એટલે ઉત્તર દિશાના ખેડૂત ખાતેદાર ખેતી નહી કરે શકે ત્યારે યોગ્ય નિર્ણય લેવા માંગ કરેલ. અન્યાથ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેમજ ઈશવરિયાના ઘણા પેસેન્જરો સણોસરા રેલ્વે સ્ટેશનથી ભાવનગર તથા અન્ય જગ્યાએ મુસાફરો જાય છે. આથી ઈશ્વરિયાથી સણોસરા રેલ્વે સ્ટેશનનો રસ્તો બનાવી આપવા અથવા આ રસ્તો કેવી રીતે બનાવી શકાય તેની કાયદેસરની કાર્યવાહી કરશો. અમો મહિલા સરપંચ હોવાથી આ રસ્તા માટે ગામ લોકો વારંવાર મને રજુઆત કરે છે. આથી આ અંગે આપ સમક્ષ આ માંગણી સ્વીકારી તાત્કાલિક ઘટતું કરવા માંગ કરેલ. આ બાબતે મુખ્યમંત્રી ગુજરાત તેમજ જિલ્લા કલેકટર ભાવનગર પણ જરૂરી કાર્યવાહી કરવા સરપંચ દ્વારા રજુઆત કરાઈ.