ધોલેરા ખાતે નવા બનાવવામાં આવનારા આઈટીઆઈ ભવનનું ખાતમુર્હુત આજે કેબીનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને શ્રમ રોજગાર મંત્રી દિલીપ ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અધિકારીઓ કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.