ઘોઘા રોડ પો.સ્ટે.ના ડી-સ્ટાફ ઈન્ચાર્જ યોગેન્દ્રસિંહ જાડેજા, ખેંગારસિંહ ગોહિલ, કિર્તિસિંહ રાણા, જયદિપસિંહ જાડેજા, ફારૂકભાઈ મહિડા, મહેશભાઈ હેમુભાઈ, વનરાજસિંહ પરમાર સહિત પો.સ્ટાફના માણસો વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતાં દરમિયાન પો.કોન્સ. ખેંગારસિંહ તથા કિર્તિસિંહેન સંયુકત બાતમીરાહે મળેલ હક્કિત મુજબ કામે છેલ્લા પાંચ માસથી નાસતો ફરતો આરોપી શંકરભાઈ વિજયભાઈ નિનામા (ઉ.વ.૪૬) રહે. ખારી ગામ, તા. ભિલોડા, જી. અમરવલ્લીવાળો ભાવનગર કોર્ટમાં આવેલ છે. જેથી તેને સદરહું ગુન્હામાં પકડીત ેની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.