ગુજરાત રાજય સ્કાઉટ ગાઈડ સંઘ આયોજીત ર૮મી રાજય રેલીનું આજે નિતિન પટેલના હસ્તે ઉદ્દઘાટન

668

ભાવનગરના યજમાનપદે આજ તા. ૦૮થી ૧૧ સુધી સરદાર પટેલ હિલ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ ગુજરાત રાજ્ય સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા આયોજીત ૨૮મી રાજ્ય રેલીની તડામાર તૈયારીઓ શરૂ થઈ છે આ સ્થળે  ૨૯ જિલ્લા, ૦૬ પડોશી રાજ્યો અને બાંગ્લાદેશના સ્કાઉટ ગાઈડનું ભાવનગર ખાતે આગમન  થયુ છે આ કાર્યક્રમમાં  અંદાજે ૧૫૦૦ જેટલાં બાળકો ભાગ લઈ રહ્યા છે.

આજે સવારે ૧૦-૦૮ કલાકે ૦૯ બાલિકાઓએ શાસ્ત્રોક્તવિધિ સાથે ભગવાન ગણપતિનું પુજન કર્યુ, સંસ્થાના માનદ રાજ્યમંત્રી મનિષકુમાર મહેતાએ શ્રીફળ વધેરી ગણપતિ પુજન કરી નતમસ્તક વંદન કર્યા,

આ સ્થળે આવેલાં દેશના જુદા જુદા રાજ્યોના બાળકોએ, શિક્ષકોએ પોતાના આગમનનું પ્રયોજન જણાવ્યુ હતુ.

રાત્રે સ્કાઉટ વિભાગ દ્વારા રાજ્યરેલી કેમ્પફાયર મેયર મનહરભાઈ મોરી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં  યોજાયેલ.  આવતીકાલે તા. ૦૯ ના રોજ  સવારે ૯/૦૦ કલાકે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ, શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવે, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનો ઉદ્ઘાટન સમારોહ યોજાશે ત્યારબાદ બપોરે ૩/૦૦ કલાકે જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રદર્શન યોજાશે, રાત્રે  ૦૮/૦૦ કલાકે ગાઈડ વિભાગ દ્વારા રાજ્યરેલી કેમ્પ ફાયર મ. ન. પા. ના કમિશનર એમ. એ. ગાંધી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાશે, તા. ૧૦ના રોજ સવારે ૧૦/૦૦ કલાકે નગરયાત્રા કાર્યક્રમ યોજાશે જેને યુવરાજ જયવિરરાજસિંહજી પ્રસ્થાન કરાવશે, બપોરે ૩/૩૦ કલાકે પિજંટ શો, રાત્રે ૦૮/૦૦ કલાકે ગ્રાન્ડ કેમ્પફાયર યોજાશે, તા. ૧૧ના રોજ સવારે ૮/૦૦ કલાકે સર્વધર્મ પ્રાર્થના કાર્યક્રમ જી. સી. ઈ. આર. ટી. ના પૂર્વ નિયામક્શ્રી ડો. નલિન પંડીત સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં  તેમજ સવારે ૧૦/૦૦ કલાકે પૂર્ણાહુતિ કાર્યક્રમ સાંસદ ડો. ભારતિબેન શિયાળ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાશે.

Previous articleદારૂના ગુનાના ફરાર આરોપીને ઝડપી લેતી ઘોઘા રોડ પોલીસ
Next articleચિત્રા વિસ્તારમાંથી ઈંગ્લીશ દારૂ, બિયરના જથ્થા સાથે ૧ ઝડપાયો