ચિત્રા વિસ્તારમાંથી ઈંગ્લીશ દારૂ, બિયરના જથ્થા સાથે ૧ ઝડપાયો

894

બોરતળાવ પોલીસ સ્ટેશનના પો.ઈન્સ કે.એમ. રાવલ તથા એ.એસ.આઈ કે.યુ. ડોડીયા, સ્ટાફના હર્ષદભાઈ ભાયાભાઈ, ડી.કે.ચૌહાણ, ડી.સી.સાંકળીયા, એચ.જે. મકવાણા  તથા ભીખુભાઈ બુકેરા, હિરેનભાઈ મહેતા વિગેરે પો.સ્ટે હાજર હતા દરમ્યાન પો.કો હિરેનભાઈ મહેતા તથા ભીખુભાઈ બુકેરાને મળેલ સંયુકત બાતમી હકીકત આધારે ચિત્રા મામાના ઓટલા પાસે નયનાબેન ઉર્ફે નન્નુબેન બારૈયાના ઘરે પ્રોહી અંગે રેઈડ કરતા આરોપી દિગ્વિજયસિંહ વિક્રમસિંહ ગોહીલ રહે. ભાવનગરવાળો વિવિધ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની ૧૦૭ બોટલ તથા ૪૬ નંગ બિયરના ટીન કિ.રૂા.૩૬,૭૦૦ના જથ્થા સાથે મળી આવતા ઝડપી લીધેલ. આ કામે પકડાયેલ આરોપી દિગ્વિજયસિંહ વિક્રમસિંહ ગોહીલ રહે. ભાવનગર તથા નહી પકડાયેલ આરોપીઓ નયનાબેન ઉર્ફે નન્નુબેન બારૈયાના તથા અબ્દુલ ઉર્ફે ભટુર ઉર્ફે ઠુઠો તેમજ રાહુલ ઉર્ફે લાલીયો ઉર્ફે બતરી લક્ષ્મણભાઈ બારૈયા વિરુધ્ધ પ્રોહીબિશનનની અલગ અલગ કલમો અન્વયે ગુનો રજી કરી પકડવા ચક્રો ગતિમાન કરેલ છે.

Previous articleગુજરાત રાજય સ્કાઉટ ગાઈડ સંઘ આયોજીત ર૮મી રાજય રેલીનું આજે નિતિન પટેલના હસ્તે ઉદ્દઘાટન
Next articleમાઈનિંગના વિરોધમાં બીજા દિવસે પણ દાઠા પંથકના ગામો બંધ રહ્યાં