ભાવનગર જિલ્લાના ત્રાપજ ખાતે યોજાયેલ એક વિશેષ કાર્યક્રમમાં પૂ.મોરારીબાપુએ સ્વર્ગસ્થ કવિ, લેખક તથા ભજનીક તથા નિવૃત્ત શિક્ષક ભવાનિસિંહ ગોહિલનું સન્માન કર્યુ હતું.તાજેતરમાં તળાજા તાલુકાના ત્રાપજ ગામે મુખ્ય અતિથી પૂ.મોરારીબાપુના અધ્યક્ષ સ્થાને યોજાયેલ એક કાર્યક્રમમાં મુળ સોનગઢના વતની અને ત્રાપજને કર્મભૂમિ બનાવનારા સ્વર્ગસ્થ નિવૃત્ત શિક્ષક તથા લેખક, કવિ ભજનીક ભવાનિસિંહ ગોહિલએ આજથી વિસ વર્ષ પૂર્વે આ દુનિયામાંથી મહાપ્રયાણ કર્યુ હતું. પરંતુ તેમના દ્વારા રચેલા ભજનો લેખો સહિતની સાહિત્યક બાબતોને લઈને સમાજ આજ પણ યાદ કરે છે એવા ભવાનિસિંહ ગોહિલનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ આ તકે સ્વ.કાંતિભાઈ વંકાણી તથા તેમના પૂત્ર અભિ વંકાણીનુ સન્માન કરવામાં આવ્યુ હતુ આ પ્રસંગે અનિલ વંકાણી, બિપીન સઠીયાને શાલ ઓઢાડી પ્રોત્સાહિત કર્યા હતા તથા કલાકારોએ ભજનોની રમજટ જમાવી હતી. તથા ત્રાપજ ખાતે નવ નિર્મીત કામનાથ મહાદેવ મંદિરના દ્વારનું લોકાર્પણ પૂ.બાપુએ કર્યુ હતું. તથા મહુવા સ્થિત રામપાસ રહો આશ્રમના રમજુબાપૂનુ વિશિષ્ઠ સન્માન કરવામાં આવ્યુ હતું. આ તકે પૂ. દયાગીરી બાપૂ, પૂ.સીતારામબાપુ, પૂ.રમજુબાપુ, સહિતના સંતગણ ઉપસ્થિત રહ્યા હતા.