ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે નિર્ણાયક મેચનો તખ્તો તૈયાર

722

હેમિલ્ટનમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આવતીકાલે ત્રીજી અને નિર્ણાયક ટ્‌વેન્ટી મેચ રમાનાર છે. આવતીકાલની મેચ જીતનાર ટીમ ટ્‌વેન્ટી શ્રેણી જીતશે. કારણ કે બંને ટીમોએ એક એક મેચ જીતી છે. ભારતને મેચ પહેલા જ એક મોટો ફટકો પડી ગયો છે. કારણ કે નિર્ણાયક મેચમાં જ રોહિત શર્મા પણ રમનાર નથી. તે હાલમાં શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો હતો. બીજી મેચમાં રોહિતે જોરદાર બેટિંગ કરી હતી.ઓકલેન્ડ ખાતે રમાયેલી બીજી ટ્‌વેન્ટી મેચમાં ભારતીય ટીમે જોરદાર દેખાવ કરીને ન્યુઝીલેન્ડ ઉપર સાત વિકેટે જીત મેળવી હતી. આની સાથે જ ટ્‌વેન્ટી શ્રેણીને જીવંત રાખવામાં સફળતા મેળવી હતી. ન્યુઝીલેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યા બાદ આઠ વિકેટે ૧૫૮ રન કર્યા હતા. જીતવા માટેના ૧૫૯ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતે જોરદાર બેટિંગ કરી હતી. રોહિત શર્મા ૨૯ બોલમાં ૫૦ રન કરીને આઉટ થયો હતો જેમાં ચાર છગ્ગાનો સમાવેશ થાય છે.  વેલિંગ્ટન ખાતે અગાઉ રમાયેલી પ્રથમ ટ્‌વેન્ટી મેચમાં યજમાન ન્યુઝીલેન્ડે ભારતને ૮૦ રને કારમી હાર આપીને શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી હતી. ટેસ્ટ અને વનડે શ્રેણી ગુમાવી દીધા બાદ ન્યુઝીલેન્ડે ટ્‌વેન્ટી ક્રિકેટમાં જોરદાર શરૂઆત કરી હતી અને પ્રથમ મેચમાં જ જંગી જુમલો ખડક્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે નિર્ધારિત ૨૦ ઓવરમાં છ વિકેટે ૨૧૯ રન ખડક્યા હતા. જીતવા માટેના ૨૨૦ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતીય ટીમ માત્ર ૧૩૯ રન કરીને કંગાળ રીતે હારી ગઈ હતી. તે પહેલા પાંચમી અને અંતિમ વનડે મેચમાં ભારતે ન્યુઝીલેન્ડ ઉપર સરળ જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે ૪૯.૫ ઓવરમાં ૨૫૨ રન કર્યા હતા જેના જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમ ૨૫૩ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ૪૪.૧ ઓવરમાં ૨૧૭ રન કરીને આઉટ થઇ ગઇ હતી આ મેચની સાથે જ ભારતે પાંચ મેચોની શ્રેણી ૪-૧થી જીતી લીધી હતી. મેન ઓફ દ મેચ તરીકે રાયડુની પસંદગી કરવામાં આવી હતી જ્યારે મેન ઓફ દ સિરિઝ તરીકે સામીની પસંદગી કરાઈ હતી. અગાઉ હેમિલ્ટન ખાતે રમાયેલી  ચોથી વનડે મેચમાં ન્યુઝીલેન્ડે ભારત પર આઠ વિકેટે જીત મેળવી હતી. તે પહેલા માઉન્ટ મોનગાનુઈમાં રમાયેલી ત્રીજી મેચમાં ભારતીય ટીમે જોરદાર દેખાવ કર્યો હતો. યજમાન ટીમ ૪૯ ઓવરમાં ૨૪૩ રન કરીને ઓલઆઉટ થઇ ગઈ હતી. ત્યારબાદ રોહિત શર્માના ૬૨ અને વિરાટ કોહલીના ૬૦ રનની મદદથી ભારતે ૪૩ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને જીતવા માટેના જરૂરી રન ૨૪૫ રન કરીને મેચ જીતી લીધી હતી. આની સાથે જ ભારતે ન્યુઝીલેન્ડમાં ૧૦ વર્ષના લાંબાગાળા બાદ દ્વિપક્ષીય શ્રેણી પોતાના નામ ઉપર કરી હતી. આ પહેલા વર્ષ ૨૦૦૯માં પોતાના નામ ઉપર શ્રેણી કરી હતી. ભારતીય ટીમે હાલમાં જ ઓસ્ટ્રેલિયામાં પણ વનડ શ્રેણી જીતી હતી.૭૦ વર્ષના ગાળા બાદ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી પણ જીતવામાં સફળ રહી હતી. ભારતીય ટીમ ફેવરીટ તરીકે મેદાનમાં ઉતરશે. બંને ટીમ નીચે મુજબ છે.

ન્યુઝીલેન્ડ : વિલિયમસન (કેપ્ટન), બ્રેસવેલ, ગ્રાન્ડહોમ, ફર્ગુસન, ગુપ્ટિલ, સ્કોટ, ડેરિલ મિશેલ, મુનરો, સેન્ટનર, શેફર્ટ, શોઢી, સાઉથી, ટેલર, ટિકનર

ભારત : રોહિત શર્મા (કેપ્ટન), ચહલ, શિખર ધવન, મહેન્દ્રસિંહ ધોની, કેદાર જાધવ, દિનેશ કાર્તિક, કુલદીપ યાદવ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, ઋષભ પંત, વિજય શંકર, શુભમન ગિલ.

Previous articleધોનીને જ પૂછો કે તેને ક્યા ક્રમ પર બેટિંગ કરવી જોઈએઃ યુવરાજ સિંહ
Next articleભારત વર્લ્ડકપ માટે પ્રબળ દાવેદાર : વસીમ અકરમ