એશિયાટીક સિંહ સંવર્ધન પ્રોજેક્ટ લોન્ચ, ૨૦૨૦ સુધીમાં કેન્દ્ર દ્વારા ૯૮ કરોડની સહાય

687

એશિયાટીક સિંહોની સુરક્ષા માટે એશિયાટીક લાયન કન્ઝર્વેટિવ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ પર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર મળીને કામ કરશે. આ પ્રોજેક્ટમાં ૨૦૨૦ સુધીમાં કેન્દ્ર ૯૮ કરોડની સહાય કરવાના છે. જેનો પહોલો હપ્તો રાજ્ય સરકારને સોંપવામાં આવ્યો છે.

પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તનનાં કેન્દ્રીય મંત્રી ડૉ. હર્ષવર્ધને આ પ્રોજેક્ટ લોન્ચ સમયે નિવેદન આપતા કહ્યું કે, ’ભારતમાં પહેલીવાર એશિયાટિક લાયન કન્ઝર્વેટિવ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે. મલ્ટી સેક્ટરલ એજન્સીઓ સાથે કોર્ડિનેશન કરીને કોમ્યુનિટીસનાં ઇન્વોલ્મેન્ટ સાથે સાઇન્ટિફીક મેનેજમેન્ટનું ચિત્રણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ સાથે જોડાવું એ મારા માટે ગર્વની વાત છે.’

મહત્વનું છે કે આ પહેલાની સરકારોએ ૪ કે ૫ કરોડ રુપિયા જ ફાળવતી હતી જ્યારે નરેન્દ્ર મોદી સરકાર સિંહ માટે ૨૦૨૦ માટે ૯૮ કરોડ રુપિયાની ફાળવણી કરશે. ૧૦૦ કરોડ રુપિયા ફેન્સિંગ માટે, કુવા ઢાંકવા માટે, એનિમલ હોસ્પિટલને આધુનિક બનાવવા માટે વાપરવામાં આવશે. આ સિવાય પેટ્રોલિંગ વધારવા, વેટરનિટી ડોક્ટરોને પણ લાવવા આ નાણાંનો ઉપયોગ થઈ શકે છે. પર્યાવરણ પ્રેમીઓના મતે સિંહના અભ્યાયરણનો વિસ્તાર પણ વધારવો જોઈએ. હાલ સત્તાવાર આંકડા પ્રમાણે ગુજરાતમાં ૫૨૩ સિંહો છે. જ્યારે બિન સત્તાવાર આંકડો ૯૦૦નો કહેવાય છે.

પહેલા ગુજરાત સરકારે ગુજરાતની વૈશ્વિક ઓળખ એશિયાટીક લાયન માટે ગીર વિસ્તારના ૮ રેસ્કયૂ સેન્ટરને પણ અદ્યતન બનાવવાનો નિર્ણય કર્યો હતો. આ સમગ્ર કામગીરી માટે રૂ. ૮૫ કરોડનો ખર્ચ રાજ્ય સરકાર કરશે.

આ ઉપરાંત ૩૨ રેપિડ રિસ્પોન્સ ટીમ અને ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાઓ જેવી નવી લાયન એમ્બ્યુલન્સ સેવા પણ શરૂ કરાશે. ગીરના જંગલોમાં ડ્રોન સર્વેલન્સ તેમજ સી.સી.ટી.વી. નેટવર્ક દ્વારા સિંહ સહિતના વન્ય પશુઓની રાત્રિ મૂવમેન્ટ-ગતિવિધિઓ પર સતત નજર રાખવા માટે પણ રાજ્ય સરકારે સઘન આયોજન કર્યુ છે.

Previous articleકોંગ્રેસ  દ્વારા પીએમ નરેન્દ્ર મોદીની ઇમેજ બગાડવાનો પ્રયાસ : રૂપાલા
Next articleસંતરામ મંદિરે મોરારિબાપુની માનસ સેવા ધર્મકથામાં રૂપાણીની ઉપસસ્થિતિ