લોકસભા ૨૦૧૯ની ચૂંટણી અંગે ગુજરાત કોંગ્રેસની કેમ્પેન કમિટીની બેઠક યોજાઇ હતી. હાલમાં દિલ્હીના નેતા ગુજરાતની મુલાકતે છે. દિલ્હીમાં રાહુલ ગાંધી ગુજરાતના નેતાઓ સાથે રણનીતિ ઘડશે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીલક્ષી બે મહત્વની બેઠક યોજાઈ છે. જેમાં સૌ પ્રથમ લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસની પ્રચાર કમિટીની બેઠક શરૂ થઈ છે.
કોંગ્રેસ દ્વારા તાજેતરમાં જાહેર થયેલી વિવિધ કમિટી અંતર્ગત પ્રચાર કમિટીની કમાન સિદ્ધાર્થ પટેલને સોંપવામાં આવી છે. ત્યારે તેની આગેવાનીમાં આ બેઠક આયોજિત થઈ છે તો સાથે જ આ કમિટીના સભ્યો પણ આ બેઠકમાં સામેલ થયા છે.
અમદાવાદમાં કોંગ્રેસનો સંવિધાન બચાવો દેશ બચવો કાર્યક્રમ યોજશે. આ કાર્યક્રમમાં કોંગ્રેસના કેન્દ્રીય નેતા કુમારી શૈલજા પણ હજાર રહેશે. લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં કોંગ્રેસ ૫૦૦ સભાઓનું આયોજન કરી રહી છે તેવું સિદ્ધાર્થ પટેલે જણાવ્યું હતું. એક વિધાનસભા દીઠ ૩ જાહેર સભાનું કોંગ્રેસ આયોજન કરશે. મહિલા – યુવાનો માટે કોંગ્રેસ વિશેષ કાર્યક્રમ યોજશે. ઘડાયેલી રણનીતિનો આગામી દિવસોમાં અમલ પણ થશે.
કોંગ્રેસ કેમ્પઇન કમિટી પ્રથમ બેઠકમાં નિર્ણય લેવાયો છે જેમા લોકસભા ચૂંટણીમાં ૪૦થી વધારે રાષ્ટ્રીય નેતાઓને સભા માટે બોલાવાશે. આ માટે પ્રિયંકા ગાંધીને મહિલા સંમેલનમાં હાજર રહેવા માટે આમંત્રણ પણ આપવામાં આવ્યું છે. રાહુલ ગાંધી, જ્યોતિરાદિત્ય સિંધિયા, સચિન પાઇલોટ, નવજોતસિંહ સિંધુ, કમલનાથ, અશોક ગેહલોત સહિતના નેતાઓ ગુજરાતમાં સભાઓ સંબોધે તેવો પ્રસ્તાવ મૂક્વામાં આવ્યો છે. તમામ લોકસભા બેઠકમાં બે રાષ્ટ્રીય નેતાઓની સભા થાય એવું કોંગ્રેસનું આયોજન છે.