ફરી એકવાર અમદાવાદ શહેરમાં વાયુ પ્રદુષણનું પ્રમાણ વધ્યું છે. ફરી એકવાર અમદાવાદમાં વાયુ પ્રદુષણ ચિંતાજનક સ્તરે પહોંચ્યું છે. શુક્રવારે સામાન્ય કરતાં વધુ વાયુ પ્રદૂષણ જોવા મળ્યું હતું. ગતરોજ સામાન્ય કરતા વધુ પ્રમાણ જોવા મળ્યું છે.
રિપોર્ટ અનુસાર, પીએમ ૨.૫નું પ્રમાણ અમદાવાદમાં અત્યંત ખરાબ અને ચિંતાજનક માત્રામાં પહોંચી ચૂક્યું છે. આપણે જોઈએ તો હાલ અમદાવાદનો નક્શો રેડ ઝોનમાં આવી ગયો છે. જેથી તેનુ પ્રદૂષણ ખતરનાક કહી શકાય. અમદાવાદ હાલ વેરી પુઅર કેટેગરીમાં છે. ઈન્ડેક્સમાં જોઈએ તો, દિલ્હી એવરેજ ૧૧૮ પુઅર, જ્યારે મુંબઇ ૨૦૫ પુઅર, અમદાવાદમાં ૩૩૯ વેરીપુઅર એર ક્વોલિટીનો ઇન્ડેક્સ નોંધવામાં આવ્યો હતો.અમદાવાદ શહેરના ઔદ્યોગિક વિસ્તારમાં પ્રદુષણનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે. જેની સીધી અસર વધુ ટ્રાફિક ધરાવતા વિસ્તારમાં જોવા મળી છે. એર ક્વોલિટી ઇન્ડેક્સ સામાન્ય કરતા વધુ જોવા મળ્યો છે. ગઈકાલે અમદાવાદના અનેક વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર માપવામાં આવ્યું હતું. અમદાવાદના પ્રદૂષણની માત્રા વધી હતી, જેના આંકડા આ મુજબ છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં પ્રદૂષણનું આ સ્તર અને એર ક્વોલિટીનું આ ઈન્ડેક્સ દિલ્હી કરતા પણ નીચું છે. ચાર દિવસ પહેલા પણ અમદાવાદમાં પ્રદૂષણની માત્રા વધી હતી. રાયખડમાં પ્રદૂષણ અત્યંત ભયજનક સ્તરે છે. રાયખડમાં પ્રદૂષણ ૪૨૨ને પાર થઈ ગયું હતું. શહેરમાં વાયુ પ્રદુષણ વધવાનો મામલે છસ્ઝ્ર કારોબારી ચેરમેને જણાવ્યું કે, પ્રદૂષણની આ સ્થિતિ પર અમે નજર રાખી રહ્યાં છે. વાતાવરણમાં બદલાવાના કારણે ધૂળના રજકણો નીચે આવી રહ્યાં છે. આરોગ્ય અને સોલિડ વેસ્ટ વિભાગ કામગીરી કરી રહ્યું છે. આગામી દિવસોમાં નક્કર કામગીરી જોવા મળશે.
આવી ઠંડી અને ગરમીની મિક્સ સિઝનમાં વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડ, સલ્ફર ઓક્સાઈડ, ધૂળ અને રજકણોનું પ્રમાણ વધતા ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે. જે ફેફસામાં જવાથી એક્યુટ બ્રોન્કાઈટિસ, એલર્જીક બ્રોન્કાઈટીસ, દમ, ધૂળ આંખમાં જતાં આંખમાં ખંજવાળ, પાણી પડવું અને આંખ લાલ થવી તેમજ છીંકો આવવી, નાક બંધ થવું, અપચો, ઉલટી-ઉબકા આવવા અને ગેસની તકલીફ થવી જેવી સમસ્યા સર્જાય છે.