રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની વિશેષ ઉપસ્થિતિમાં તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા અને પ્રદેશ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આણંદ, ખેડા અને વડોદરા લોકસભાના “શક્તિકેન્દ્રનું સંમેલન” યોજાયું. પાર્ટીનું તેજ અને ઓજસ આવા સંમેલનો વધારે છે. સતત પરિશ્રમથી ભાજપાના કાર્યકર્તાઓ અને નેતાઓ જનવિશ્વાસ-જનઆધાર વધારી રહ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના પારદર્શી શાસનમાં તમામ વર્ગોના લોકહિત અને લોકવિકાસના કામો કરી રહી છે ત્યારે કોંગ્રેસ હવે ચૂંટણી પહેલા વર્ગવિગ્રહ ફેલાવવા પ્રયાસ કરે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સમર્થ નેતૃત્વમાં અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના કુશળ સંગઠન નેતૃત્વમાં આવનારી પેઢીના સપનાનું ’નૂતન ભારત બનવા જઈ રહ્યું છે ત્યારે ગુજરાતની જનતા નાત-જાત કે પ્રાંત-પ્રદેશના રાજકારણમાંથી બહાર આવી સૌના સાથ, સૌના વિકાસની રાજનીતિને સમર્થન આપી સ્પષ્ટ બહુમતીવાળી મજબૂત સરકારને ચૂંટવા તત્પર બન્યા છે અને ભારતીય જનતા પાર્ટી તરફી જુવાળ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે ત્યારે કાર્યકર્તાઓને આવનાર લોકસભા ચૂંટણીમાં ગુજરાતની તમામ ૨૬ બેઠકો પર કમળ ખીલવીને એક નવો ઇતિહાસ રચી સુવર્ણ અધ્યાય લખવાની હાકલ કરી હતી.
ક્લસ્ટર સંમેલનમાં ત્રણ લોકસભા મતવિસ્તારના લોકસભા સીટના પ્રભારીઓ, ઇન્ચાર્જ-સહઇન્ચાર્જઓ, મંડલ પદાધિકારીઓ, પ્રદેશ સીટના પદાધિકારીઓ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડેલા ઉમેદવારો, મંડલ મોરચાના પ્રમુખ-મહામંત્રીઓ, શક્તિકેન્દ્રના ઇન્ચાર્જ-પ્રભારીઓ, બોર્ડ-નિગમના પદાધિકારીઓ તથા પૂર્વ સાંસદ-ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં કાર્યકરઓ ઉપસ્થિત રહ્યા.