ગાંધીનગર જિલ્લામાં આતંક મચાવનાર સિરીયર કિલર હજુ પોલીસ પકડથી દુર છે. પરંતુ શુક્રવારે સાંજે અડાલજની પાસે આવેલી એક ટી-સ્ટોલમાં સિરીયલ કિલર દેખાતા પોલીસ એક્શનમાં આવી ગઇ છે.
આ ઘટનાની જાણ થતા ગાંધીનગર પોલીસ ઘટના સ્થળે પહોંચે તે પહેલા સિરિયલ કિલર ત્યાંથી ફરાર થઇ હયો હતો. પોલીસે હાલ આસપાસના ઝ્રઝ્ર્ફ ફૂટેજના સહારે સિરિયલ કિલર હોવાની શંકા જાહેર કરી છે. પોલીસે હાલ ઝ્રઝ્ર્ફ ફૂટેડના સહારે સિરિયલ કિલરની ઓળખ માટે એક સ્ક્રેચ જાહેર કર્યો છે. પોલીસે સ્કેચ જાહેર કરતા પોલીસ વિચારમાં મૂકાઇ છે કારણ કે ગાંધીનગર પોલીસ જેને હત્યારો માની રહી છે તે એક રાની નામનો વ્યંડળ હોવાનું જાણવા મળ્યું છે.
ગાંધીનગર જિલ્લામાં આતંક મચાવનાર સિરીયર કિલર ઓક્ટોબર મહિનાથી રજાના દિવસમાં એક પછી એક એમ ત્રણ હત્યાઓ કરી છે, આ ત્રણેય હત્યાઓ પણ એક સરખી ટેકનિકથી કરવામાં આવી હતી.
હત્યારાની ગંભીરતાને જોતા ગાંધીનગરના એસપી મયુર ચાવડાએ એક સીટની રચના કરી તપાસ આદરી હતી. પરંતુ કોઇ પગેરું મળ્યું નહોતું. પોલીસે ગાંધીનગરની હદમાં આવતા તમામ ઝ્રઝ્ર્ફ ફૂટેજ મેળવ્યા હતા, પરંતુ કોઇ કડી મળી નહોતી. પરંતુ પોલીસને હત્યા સ્થળેથી લોંગ કોટ અને ટોપી પહેરેલી એક વ્યક્તિની ઓળખ મળી હતી, જેના ફૂટેજ ઉપરથી એક સ્કેચ જાહેર કર્યો છે.
પોલીસ સ્કેચના આધારે તપાસ કરી તો કંઇ મળ્યું નહોતું, પરંતુ ગાંધીનગર હાઈવેની આસપાસના ટોલટેકસ ઉપર પૈસા માંગી રહેલા વ્યંડળોને આ સ્કેચ દેખાડ્યો ત્યારે વ્યંડળોએ તેને ઓળખી લઈ કહ્યું કે આ તો રાની નામનો વ્યંડળ છે. અને તે અગાઉ તેમનો સાથીદાર હતો. વ્યંડળોની વાત સાંભળીને પોલીસ ડઘાઇ ગઇ હતી, અને તેની ધરપકડ કરવા માટે વ્યંડળોની વધુ પુછપરછ હાથ ધરી છે.