ઘોઘાના સમઢીયાળા ગામની વાડીમાંથી મસમોટા બિયરના જથ્થા સાથે ર ઝડપાયા

677
bvn17122017-8.jpg

ભાવનગર નજીકના ઘોઘાના સમઢીયાળા ગામની વાડીમાં એલસીબી ટીમ અને ઘોઘા પોલીસ સ્ટાફે પૂર્વ બાતમી રાહે રેડ કરી મસમોટા બિયરના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી લીધા છે. જ્યારે બે ઈસમોને પકડવા તજવીજ હાથ ધરી છે.
ભાવનગર,એલ.સી.બી.ના પો.કોન્સ. ચંદ્દસિંહ વાળાને બાતમીરાહે હકીકત મળેલ કે,ભરતસિંહ કલ્યાણસિંહ સરવૈયા રહે.શાંતિનગર, મીલ્ટ્રી સોસાયટી, તથા ઋષીરાજસિંહ નીરૂભા જાડેજા રહે.શેરી નં.૩,સોમનાથનગર, નિર્ભય સોસાયટી,ભાવનગરવાળા બંને ઇસમોએ બહારથી ભાગીદારીમાં પરપ્રાંત બિયરનો જથ્થો મંગાવી પોતાનાં માણસ દિલીપ મકનભાઇ ડુમરીયા રહે.સમઢીયાળા તા.ઘોઘાની સમઢીયાળા ગામની સીમમાં છાપરવાળુ તરીકે ઓળખાતા સીમાડામાં આવેલ વાડીએ અલગ-અલગ બ્રાન્ડનો બિયરનો જથ્થો રાખેલ છે.જે હકીકત આધારે એલ.સી.બી. તથા ઘોઘા પોલીસ સ્ટેશનનાં સ્ટાફનાં માણસોએ જઇ રેઇડ કરતાં વાડીએથી દિલીપભાઇ મકનભાઇ ડુમરાળીયા ઉ.વ.૩૩ તથા હર્ષદિપસિંહ ઉર્ફે નાનુ અશોકસિંહ ચુડાસમા ઉ.વ.૨૦ રહે.પ્લોટ નં.૫૦/એ,ગુરૂકુળ સ્કુલ સામે,નિર્ભય સોસાયટી, ભાવનગરવાળા ઓરડીમાં પેટીઓની હેરફેર કરતાં પકડાય ગયેલ.
આ ઓરડીમાંથી પેટીઓ નંગ-૧૨૫ તથા છુટક બિયર મળી કુલ બિયર ટીન નંગ-૩૦૪૦ કિ.રૂ.૩,૦૪,૦૦૦/-નાં મળી આવેલ. અને બંને ઇસમો પાસેથી મોબાઇલ નંગ-૨ કિ.રૂ.૨,૦૦૦/- મળી કુલ રૂ.૩,૦૬,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ.અને હાજર મળી આવેલ બંને ઇસમોને ધોરણસર અટક કરવામાં આવેલ. જેઓ તમામ વિરૂધ્ધ ઘોઘા પોલીસ સ્ટેશનમાં પ્રોહી. એકટની અલગ-અલગ કલમો હેઠળ ફરીયાદ દાખલ કરાવવામાં આવેલ અને બાકી આરોપી ભરતસિંહ કલ્યાણસિંહ સરવૈયા તથા ઋષિરાજસિંહ નીરૂભા જાડેજાને ઝડપી લેવા માટે તજવીજ હાથ ધરેલ છે.

Previous articleકુંભારવાડા સ્મશાનમાં મંદીરમાંથી દાનપેટીની તસ્કરી
Next articleચૂંટણી બંદોબસ્તમાં આવેલ BSFના જવાનનું મોત