ભાવનગર જિલ્લાના ગારિયાધાર પટગણાના વળાવદરના દિવગંત સાધુ શાંતિરામદાસજીની પુણ્ય સ્મૃતિ અર્થે વૈષ્ણવ સાધુ પરંપરા અનુસાર ભજન-ભોજન અને સંતદર્શન સમા ત્રિવેણી કાર્યક્રમ સંત મેળાનું આયોજન તા. ૧૭-ર-ર૧૯ને રવિવારના દિને રવામાં આવ્યું યછે.
જે કાર્યક્રમના નિમંત્રક જયદેવરામ ગોંડલિયાના જણાવ્યા અનુસાર સવારે ૯-૦૦ કલાકે સ્થભં પુજન થશે. સાંજે ૪-૦૦ કલાકે વિશાળ ધર્મસભાનું આયોજન થશે. જેમાં પુ. મોરારિબાપુ પૂ. વિજયબાપુ (સતાધાર), પૂ જયુબાપુ (હિયાવડલી), પૂ. શાસ્ત્રી ઘનશ્યામદાસજી (વડતાલ), પૂ. ઘનશયામ બાપુ (ગુજરડ), પૂ. મહામંડલેશ્વર વસંતદાસબાપુ (અખેગઢ), પ.પૂ. હિંમતરામબાપુ (પાલિતાણા), પૂ. કૈલાસગીરી (વેળાવદર) વગેરે પાવન સન્નિધિ રહેશે. આજે ૬-૦૦ કલાકે મહાપ્રસાદ બાદ રાત્રે ૯-૦૦ કલાકે સંતવાણીના આરાધકો શૈલેષબાપુ (બારપટોળી) અમીષભાઈ વાઘેલા અને દેવદાન ગઢવી (રાજકોટ)નું વૃંદ સૌને રસતરબોળ કરાવશે. ગારિયાધાર સાવરકુંડલા આસપાસના ભાવિકભક્તો આ કાર્યક્રમમાં ઉત્સાહથી જોડાશે. ગામના આબાલ – વૃધધ તેના આયોજનમાં સમ્મિવિત થયા છે.