અલ્ટ્રાટેક સિમેન્ટ કોવાયાની કંપનીએ વેચાતી રાખેલ ૬૩ર એકર જમીનની માઈનીંગ માટે મળેલી પર્યાવરણ મંજુરી સામે સ્થાનિકોની અપીલને ફગાવતી દિલ્હી ગ્રીન ટ્રીબ્યુનલ આંદોલનકારીઓને મળેલ કાનુની પછડાટ
૬૩ર હેકટર જમીન અલ્ટ્રાટેક સિમેન્ટ કોવાયા કંપનીએ ઘણા સમય પહેલા મહુવા તાલુકાના દયાળ કોટડા કળસારની જમીન વેચાતી માઈનીંગ માટે રાખેલ જેની મળેલ પર્યાવરણીય મંજુરી સામે કહેવાતા રાજકીય આગેવાનોના ઈશારે મહુવા તાલુકાના દયાળ ગામના ભગાભાઈ રેવાભાઈ ચૌહાણ સહિતના લોકો દ્વારા અપીલ કરાઈ હતી જેની દીલ્હી ખાતે નેશનલ ગ્રીન ટ્રબ્યુનલે ફગાવી દીધી હતી. આ લડતમાં માજી અને વર્તમાન ધારાસભ્ય સહિતના અનેક આગેવાનો જોડાયા હતાં. મહુવાના દયાળના અરજદાર સહિતના આંદોલનકારીઓને કાનુની પછડાટ મળેલ છે. આ બાબતે સ્થાનિકોનુંક હેવું એમ પણ છે કે અલ્ટ્રાટેક કંપની જેત ે વિસ્તારમાં કાર્યરત છે. ત્યા સ્થાનિક લોકોને રોજી રોટી મળી રહે છે. છતા લોકોને રાજકીય રોટલા શેકવા અવળે માર્ગ્ ચડાવે છે.