લાઠી તાલુકા પંચાયત ની ઓચીંતા ની મુલાકાત લેતા વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી ધારાસભ્ય વીરજીભાઇ ઠુંમર માજી તાલુકા પ્રમુખ ઘનશ્યામભાઈ કાછડીયા
લાઠી તાલુકા પંચાયત પ્રમુખ ની પ્રજાલક્ષી દુરંદેશી સંવેદનશીલતા ની પ્રવૃત્તિ થી ખૂબ આકર્ષિત થતા અગ્રણી નેતા ઓ જનકભાઈ તળાવીય એ તાજેતર માં કેન્સર ગ્રસ્ત દર્દી ઓ શિક્ષણ આરોગ્ય જેવી પ્રવૃત્તિ માટે તાલુકા પંચાયત માં બજેટ જોગવાઈ કરી એક પ્રતિભા સંપન્ન યુવા નેતા ની દુરંદેશી નો પરિચય આપ્યો છે આવા સંવેદનશીલ પ્રમુખ ની સરાહના કરી હતી
લાઠી તાલુકા પંચાયત ની ઓચીંતા ની મુલાકાત લેતા વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી ધારાસભ્ય વીરજીભાઇ ઠુંમર તાજેતરમાં લાઠી તાલુકા પંચાયત ના વિકાસલક્ષી બજેટ સર્વાનુમતે ે પસાર થતા લાઠી તાલુકા પંચાયત ના પ્રમુખ અભિનંદન પાઠવ્યા હતા સાથે તેમની કામગીરી અને સભ્યોને બિરદાવ્યા હતા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી ઓચિંતા ની મુલાકાત થી પદધિકારીઓ દોડતા થયા હતા પરેશભાઇ ધાનાણીએ તાલુકા પંચાયતની મુલાકાત એક શુભેચ્છા મુલાકાત જણાવી હતી આ તકે તાલુકા પંચાયતના પ્રમુખ જનકભાઈ તળાવિયા એ તાલુકા પંચાયતની જર્જરીત હાલત અંગે જણાવી કહ્યુ કે રાજ્ય સરકાર મા નવા બિલ્ડીંગની માગણી કરેલ છે તો વહેલી તકે માંગણી સ્વીકારાઈ અને એવી શ્રી ધાનાણીને રજૂઆત કરેલ હતી તેમજ આ અંગે લાઠી બાબરા ના ધારાસભ્ય વિરજીભાઇઠુંમર પણ લેખિત રજૂઆત કરેલ છે ઉલ્લેખનીય છે કે તાલુકા પંચાયત પ્રમુખ જનકભાઈ તળાવિયા લાઠી તાલુકાના પ્રાણ પ્રશ્નો અંગે સતત ચિંતા કરી લોકોના કામ કરી રહ્યા છે તેઓની કામગીરી તાલુકાના તમામ સરપંચોએ બિરદાવી છે તે અંગે પરેશભાઇ ધાનાણીએ અભિનંદન પાઠવ્યા હતા ધાનાણીની ઓચિંતા ની મુલાકાત લાઠી તાલુકા પંચાયતના અધિકારીઓએ આવકારી હતી.