જીવમાત્ર દ્વેષનો પોપર છે. તેની માત્ર, પ્રમાણ કે પ્રવાહમાં અંતર કે તફાવત જસર જોવા મળે છે. સમજણ સાથે ગાડભ ભરાય તેટલા અવગુણ માનવજાતને સપ્રેમ ભેટ મળે છે. હા, જેની જેટલી ગતિ તેટલી તેમા ગતી હોય છે. પરંતુ સૌથી અગ્રહરોળમાં દ્વેષની હાજરી નોંધાતી રહી છે. દ્વેષનું વિકરાળ રૂપ કે તેની પરાકાષ્ટા રમખાણો યુધ્ધો અને આપતિના કારક બન્યાનું ઈતિહાસકારોએ નોંધ્યું છે. પ્રેમદ્વેષ યુધ્ધો અને આપતિના કારક બન્યાનું ઈતિહાસકારોએ નોંધ્યું છે. પ્રેમદ્વેષના છેડાઓ અતિ હૃદયદ્વાવક અને અનુકંપિત નોંધાયા છે. આહિર લુધિયાનવીજીની આ કૃતિ રીતસર ધમકાવે છે.
તુમ અગર મુજકો ન ચાહો તો કોઈ બાત નહીં
તુમ કિસી ઓર કો ચાહોગી તો મુશ્કિલ હોંગી
શીલ્મ દિલ હી તો હૈ માટે લખાયેલી રચનામાં એકમેકમાં ઓગળી જનાર માટે પણ ધમકી છે. પાંરપારિક વ્યવસ્થા પ્રેમને સીમિત દાયરમાં રહેવા આંખ કાઢતી રહે છે. તો પણ કોઈ આ ડેલી બહાર પગ ન જ મુકે તેવું તો કેમ બને ? નિયમો શિસ્તના છોતરાઓ ઉંડી જાય તે સ્નેહનો ચોમરસ પીનારાને જ ખબર પડે. નિયતી કોના માટે શું નિર્ણય કરી બેઠી છે તે થાય પછી જ ખબર પડે. હિન્દી સાહિત્યના કવિ કુમાર વિશ્વાસ પ્રેમને મહિમાવંત કરતા કહે છે.
મોહબ્બત એક અહેસાલોકી પાવન કહાની હૈ
કભી કબીરા દિવાનાથા કભી મીરા દિવાની હૈ
યર્હા સબ લોગ કહેતે હૈ મેરી આંખોમે આસું હૈ
જો તુ સમજે તો મોતી હૈ જો ના સમજે તો પાની હૈ
પ્રેમમાં ઈર્ષા છે, દ્વેષ છે, અધિકાર છે. માત્ર અધિકાર સુધી આ છેડો નથી પરંતુ તેમા એકાધિકારીતાની સરમુખત્યારી આવે છે. સંપતિ દ્વેષ, ….આનંદ દ્વેષ, સંતતિ દ્વેષમાં પ્રેમ દ્વેષની અમંગળતા આસુનુ અસનાનું કરાવે તેવી હોય છે. આવું લવ રીઝવેશન વિવિધ એંગલોના અનર્થોનું કારક બને છે. પ્રેમનો દરિયો સ્ત્રીમાં ગજ લઈને માપવો કઠીન હોય છે. એટલો જ આંતકી તેનો દ્વેષ દેખા દે છે. પૌરૂષત્વ કોઈકની હાજરીને કુમારાથી ઉપડી શકે. તેનું માનસ પટલ એમ્ટી થવા સક્ષમ હોય છે. તેની ગ્રંથી ભુલી જવામાં ઘણીવાર સાવ સહેલી છે. પરંતુ મહારાણીઓ સૌતન માટે મહાકાળી સ્વરૂપ પ્રગટતા ઘણીવાર માધ્યમોમાં ડોકા તાણતી રહે છે. કેટલીક જ્ઞાતિઓમાં બીજી પત્નિઓ તેની અગાઉની મરણ જનાર પત્નિ એટલે કે સાંતનના ચરણ પગલાઓ ગાળામાં લટકાવે છે પરંતુ તેના મૃત્યુ પછી…?
પ્રેમમાં કોઈ અનામતની જરૂર નથી. આ સમાજ વ્યવસ્થાના પરિપ્રક્ષ્યમાં આચારનો શીલભંગ ન થાય તે જરૂરી ગણાય. ઐતિહાસિક બીનાઓ સ્ત્રી-પુરૂષના સંબંધોની વૈવિધ્યતાથી સર્જાયેલી મહાઉત્પીડતયુક્ત રક્તરંજિત વાર્તાઓની વાસ્તવિકતા જોઈ શકાય છે. લાગણીઓનું બધિયારપણું હિંસાના એક સ્વરૂપ તરીકે ઓળખવી પડે. લૌગિંક આડશો આચારની જરૂર એક લીટી ખેંચતી હોય પરંતુ વહાલયના વિંઝણાં વૈશ્વિક જીવવાદ માટે વિ/જાતા રહેવા જોઈએ. સ્ત્રીને સ્ત્રી જ સહ્ય નથી. આ કપરૂ કાર્ય પરાપુર્વમાં કોઈ કરી શક્યું કે સાંપ્રત સમયમાં પણ તેના પાયામાં રૂઢિગત માન્યતાઓ અને સ્ત્રી મનોજગતના ડંશીલા વિષકો છે. રામચરિત માનસની વાત નજર સામે લાવીએ કૈકયીના દ્વેષનું કેવું પરિણામ આવ્યું. રામનો વનવાસ થયો. તેથી જ સીતારહરણની ઘટના સર્જાઈ. આખરે મહાયુધ્ધ સર્વનાશ તરફ ગયું. ત્યાં પુરૂષ યાત્રોનો દ્વેષ આ અર્થોની કક્ષા સુધી ન પહોંચ્યો હોત…! પાંડવો પાંચ હતાં. તો પણ દ્રોપદીને કેન્દ્રસ્થાન કોઈ ગજગ્રાહે દેખા દિધા નથી. તે મધ્યાહનના અજવાળા જેવી હક્કિત છે. સમય સંજોગો સ્વરૂપ કયાં કોને કંઈ તરફ ખેંચીને સ્નેહાકુંશેના કોટા કાઢે તે અનિર્ણિત છે. પછી ત્યાં સ્વને ખોઈ બેસવા સુધીની સંભાનતાના દાખલાઓ છે. પરિણામોની ભયાવહતા કે યોગ્યાયોગ્યની વ્યવહારિકતા બાસ્પિભવન થઈને નિકળી જતી હોય છે.ે તેનું કારણ રૂપ છે, સામ્યતા, સાહચર્ય આવા ટ્રાયેગંલમાં સ્ત્રી દ્વેષની માત્રા વધુ દેખાતી રહે છે. જો કે મુસ્લિમ કે ક્ષત્રિય શાક્ષકોએ એકથી વધુ સ્ત્રીઓ સાથે પરિણયની ગાંઠ બાંધેલી પરંતુ ત્યાં દ્વેષ અંધાર પછેડામાં વિંટંળાયેલો રહ્યો હોય તેને બહાર નિકળવાની જગ્યા ન હોય અને આવી હિંમત કરનારના મહેલના દરવાજા કબ્રસ્તાનમાં નિકળતાં હોય..!!
યુરોપીય, પાશ્ચાત્ય સંસ્કૃતિ લચીલા પણાના મંત્રથી મોખરે રહી છે. ત્યાં ડોમેસ્ટીક વાયોલન્સને સ્થાન નથી. તેના ઉછેરના પાયમાં ઈૃષા નામનું આવું ઝેર ઓગળી જાય છે. સમય સાથે સૌ કોઈ આવી વૈશ્વિક બાબતોનું આકલન કરતાં થાય છે. સ્વતંત્ર્યના ખ્યાલો – અભિગમ બદલાયા છે. વિસ્તર્યા છે. ટેલી સિરીયલો કે ફીલ્મો ભારતમાં નવા લોક મિજાજને ઘડવામાં દિક્ષા રૂપ કામ કરી રહી છે. જો કે તેની લાંબાગાળાની ફલશ્રૃતિ વિધટનકારી હોઈશ કે…!? વેસ્ટર્ન મનોરોગનું શિકાર છે. લગન કુટુંબ જેવી સંસ્થાઓ કે જયાં માણસને માનવ થવાનો અહેસાસ કરાવવામાં આવે. તેને ત્યાં લુણો લાગ્યો છે. માનવ મનમાંથી ઉદ્દભવતા અનેક સંસ્કાર હાંસિયામાં મુકાતા આપણે કયાં જઈ ઉભા રહેશું તે નક્કિ કરવું કઠીન છે.??
પ્રેમનો ફલો કોઈને આજુબાજુ ન જમ માંડવા પણ સમય આપતો નથી. તો પછી થર્ડ ફન્ટ માટે કયા સ્પેસ છે ? બસ એકા-એક મસ્ત રહે વ્યસ્ત રહે…