આજે તા.૧૦-૨-૨૦૧૯ રવિવારનાં વસંત પંચમી મહાસુદ પાંચમ સરસ્વતી પુજાનો શ્રેષ્ઠ દિવસ છે. વસંત પંચમીના આગમન સાથે વૃક્ષો ફુલ છોડ લતાનવા શણગાર સજવા લાગે છે. બાગ બગીચા બગીચા નવપલ્લવિત થાય છે. રંગબેરંગી પતંગીયાઓ વસંતના આગમનની જાણ કરે છે. ભમરાઓનો અવાજ ગુંજી ુઠે છે. વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીની સ્થાપના કરી પુજા કરવાનો અનોખો મહિમા છે. કવિ કાલીદાસે ‘કુમાર સંભવ’માવસંતને ઋતુરાજ કહી સંબોધી છે.
વસંંતમાં આંબા પર મોર બેસવાની શરૂઆત થાય છે. બુલબુલ મધુરા ગીત ગાય છે. કોટયલો ટહુકા કરે છે. પાનખરથી ત્રસ્ત વુક્ષોમાં નવી નવી કુંપળો ફુટે છે જે વૃક્ષ સુકાઈને સાવ હાડપીંજર જેવુ થઈ ગયુ હોય તે નવપલ્લવીત થાય છે જાણે આનંદીત થઈ હાસ્ય રેલાવતુ હોય તેવુ લાગે છે. વસંત પંચમીએ મા સરસ્વતીની પુજાનો પ્રાચીન અને અનોખો મહિમા છે. સર્વ પ્રથમ શ્રીકૃષ્ણએ મા સરસ્વતીનું પૂજન કરેલુ ત્યારબાદ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આદી દેવો, શેષનાગ, મુનજનો અને રાજા મહારાજઓ પૂજા કરતા હતા સરસ્વતી માતાનો વેદોક્ત મંત્રી શ્રી હ્રી સરસ્વત્યે સાહો નમઃ કલ્પ વૃક્ષ સમાનમંત્રની જાપ કરીને સૌએ પોતાના પ્રિય પુસ્તકનું પૂજન કરવુ ત્યારબાદ પોતાના સગા, સબંધી, મીત્રોને ભેટ આપવું જેનામાં લેખન શક્તિ છે. જે કવિ લેખક, કલાકાર છે. સાહિત્ય સંગીત કલા વાકશક્તિ છે. જ્ઞાન વિજ્ઞાનની સ્ફુરણા થાય તે સર્વોએ મા સરસ્વતી મૈયનું શ્રધ્ધા ભક્તિ અને આદરપૂર્વક પૂજા કરવી જોઈએ. વસંતપંચમીએ હોળી, ધુળેટીનું પ્રવેશ દ્વાર છે.
શ્રીજી મહારાજે સ્વામિનારાયણ સંપ્રદાયની શિક્ષા પત્રી વસંત પંચમીના દિવસે લખી હતી તેથી વસંત પંચમીએ શિક્ષાપત્રી જયંતિ ઉજવાય છે. તા.૧૦-૨-૨૦૧૯ રવિવારના રોજ વસંત પંચમી શઇક્ષાપત્રી ૧૯૩મી જયંતિ છે. વરસના આ મુજબના દિવસો એવા છે કેમા મુર્હુત જોવુ પડતુ નથી દરેક શુભ કાર્ય થાય છે. જેમ કે નુતનવર્ષ, અખાત્રીજ, દશેરા, ધનતેરસ આદિવસો વગર પંચાગ જોયુ મુર્હુત છે. મહાસુદી વસંત પંચમી લગ્ન માટે શ્રેષ્ઠ મુર્હુત કહેવાય છે.
કવિના નાન્હાલાલે વસંતને ઋતુરાજ વસંત ઉપનામ આપેલ છે. વસંતાના વધામણા દરેકને પ્રિય લાગે છે. શ્રી કૃષ્ણઋતુના કુસુમા કરઋતુરાજ વસંત અતિ ઉત્તમ દિવસ છે. કેસુડા, આમ્રમંજરો ફુલોથી પુજા અર્ચના કરવામાં આવે છે. પુષ્ટિ વૈષ્ણવ સંપ્રદાયણાં હવેલીમાં કેસુડના ફુલોનો રંગ ઉડાડવામાં આવે છે. હવેલીઓમાં વસંતઋતુના ગીત સંગીત રાગ રાગણી દ્વારાગવાય છે. વસંત પંચમી વૈષ્ણવ પરંપરાગતહોળી જેવો ઉત્સવ ઉજવાય છે.
વસંત પંચમીના શુભ દિવસે સૂર્ય દેવ સાથે માં રાંદલના ત્રણ લોક દેવતાની હાજરીમાં લગ્ન થયા હતા. સુર્યદેવ કશ્યમ અને અદિતિના પુત્ર છે અને રન્નાદે ભગવાન વિશ્વકર્માની પુત્રી છે. સુર્યદેવ અને રાંદલ દેવીના લગ્ન વિદ્યાન બ્રાહ્મણ દ્વારા વસંતપંચમીના દિવસે થવાના હોય સર્વ દેવતાઓ જાનૈયા હતા. સુર્યદેવની જાડેરી જાન લઈ ઈલોડગઢ આવ્યા હતા. વિશ્વ કર્માએ પુત્રી રાંદલનું કન્યાદાન કર્યુ હતું જે સર્વ પ્રથમ શ્રેષ્ઠ કન્યા દાન હતુ. કન્યાદાન એ મહાદાન છે. કન્યાદાનનનું પૂણ્ય બહુ મોટુ છે. રન્નાદેના લગ્નમાં છેલ્લે વિશ્વકર્માએ ભોજન કર્યા બાદ બે હાથ ધોતી વખતે જળના છાંટા નોળીયા ઉપર પડતા નોળીયો સોનાનો થઈ ગયો હતો. આવુ મહાનપૂણ્ય વિશ્વકર્માએ વસંત પંચમીના દિવસે પુત્રી રાંદલનું કન્યાદાન કરી મેળવ્યુ હતું. ગોર મહારાજ મનુષ્યના લગ્ન વખતે ચાર સૌભાગ્ય લખે છે (૧) શિવપાર્વતી સૌભાગ્ય, (૨) વિષ્ણુ લક્ષ્મી સૌભાગ્ય (૩) બ્રહ્મા-બ્રહ્માણી સૌભાગ્ય (૪) સૂર્ય રન્નાદે સૌભાગ્ય અખંડ સૌભાગ્યવતીના આર્શીવાદ લગ્નજીવનનીવસંત મહેકી ઉઠે છે. આવો વસંત પંચમીનો મહિમાં દેવોએ વર્ણવ્યો છે. અંતમાં કળીઓ ભમરાઓને સંદેશ આપતા કહે છે.
ફુલબગીઓ મે બુલબુલ બોલે, ડાલપે બોલે કોયલીયા
પ્યાર કરો ઋત બસંત કી આઈ રે, નિરૂ ભવરોએ કહેતી હૈ કલીયા