વલભીપુર ટાઉનના પીએસઆઈ સહિત સ્ટાફે પુર્વ બાતમીના આધારે દરોડો પાડી ટ્્રકમાં કેબીનમાં બનાવેલ ચોર ખાતામાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. જો કે આરોપી નાસી છુટયો હતો.
પીએસઆઈ ટી.એસ.રીઝવી ને મળેલ બાતમી આધારે તેઓ તથા સ્ટાફના હરદેવસિંહ ગોહિલ, અમીતકુમાર મકવાણા, જયપાલસિંહ ગોહીલ, રામભાઇ કટારા, ભુપેન્દ્રસિંહ મોરી પેટ્રોલીંગ માં હોય મળેલ બાતમી હકીકત આધારે વલ્લભીપુર ટાઉન માં ગંગાજળીયા પાણીની ટાંકી પાસે રહેતા હરપાલસિંહ ગજુભા ગોહિલ એ ટ્રકમાં ભૂજ તરફથી ઇગ્લીશ દારૂ નો જથ્થો લાવેલ હોવાની હકીકત નાં આધારે રેઇડ કરતા મજકુર પોલીસ ને જોયી નાસી ગયેલ અને તેનાં ધરની સામે ઉભો રાખેલ ટ્રક નં. જી.જે. ૦૪ વી- ૭૩૫૧ ચેક કરતા અંદર કેબીન માં ડ્રાઇવર શીટની પાછળનાં ભાગે બનાવેલ ખાનામાં તથા ટ્રક નાં કેબીનની ઉપર નાં ભાગે બનાવેલ ખાનામાં ગેરકાયદેર ઇગ્લીશ દારૂ ની પાર્ટી સ્પેશ્યલ ડીલકસ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ ની કંપની શીલ બોટલો નંગ-૨૫૯ બોટલો ( ૨૧ પેટી ૭ નંગ) કિ.રૂા. ૭૭,૭૦૦/- નો મળી આવેલ અને ટ્રક ની કિ.રૂા. ૬ લાખ ગણી કુલ મુદામાલ રૂા.૬,૭૭,૭૦૦/- મુદામાલ કબ્જે કરી નાસી ગયેલ વિરૂધ્ધ પ્રોહીબીશન એકટ મુજબ ગુન્હો રજી કરી તપાસ ટી.એસ. રીઝવી. વલ્લભીપુર પો.સ્ટે. ચલાવી રહયા છે.